Homeઆમચી મુંબઈમુંબઈ મનપાનું ‘એચબીટી મિશન 100’ સફળ

મુંબઈ મનપાનું ‘એચબીટી મિશન 100’ સફળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાને પોતાના ઘરની પાસે જ સારવાર કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાના ઈરાદે મુંબઈ મહાનગરપાલિકાએ હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે (એચટીબી) ક્લિનિક ચાલુ કર્યા હતા. 26 જાન્યુઆરી સુધી 100 એચટીબી ચાલુ કરવાનું પાલિકાએ લક્ષ્ય રાખ્યું હતું, જે સમય પહેલા પાલિકા પોતાના મિશનમાં સફળ થઈ છે અને બુધવાર 25 જાન્યુઆરી સુધીમાં મુંબઈમાં 106 એચટીબી ક્લિનિક ચાલુ કરી દીધા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા ગુરુવારે જુદા જુદા વિકાસ કાર્યની સાથે નવા 20 એચટીબી ક્લિનિકનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. આ દરમિયાન ક્લિનિકની સંખ્યા વધારીને 72 થઈ ગઈ હતી. ફક્ત અઠવાડિયામાં જ પાલિકાએ ક્લિનિકની સંખ્યા વધારીને 106 કરી નાખી છે.
અત્યાર સુધી આ દવાખાનામાં 2,47,574 દર્દીઓએ મફત સારવાર લીધી છે. તો પૉલિક્લિનિક અને ડાયગ્નોસ્ટિક કેન્દ્રમાં 11,660 દર્દીઓના દાંતની સારવાર, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, જનરલ ફિઝિશિયન જેવા વિવિધ નિષ્ણાતોની સેવા ઉપલબ્ધ છે.
પાલિકાના એડિશનલ કમિશનર ડૉ.સંજીવ કુમારના જણાવ્યા મુજબ આગામી દિવસમાં ક્લિનિકની સંખ્યા હજી વધારવામાં આવશે.

કૂપન સિસ્ટમ શરૂ કરાશે

એમઆરઆઈ, સિટી સ્કેન, મેમોગ્રાફી, સોનોગ્રાફી, એક્સ-રે જેવા ટેસ્ટ માટે પાલિકા બહુ જલદી ખાનગી ડાયગ્નોસ્ટિક લેબ સાથે ટાઈ-અપ કરવાની છે. આ લેબમાં ટેસ્ટિંગ માટે બીએમસી ક્લિનિક અને પોલીક્લિનિકમાં આવનારા દર્દીઓને કૂપન આપવામાં આવશે. આ કૂપન બતાડીને દર્દી ખાનગી લેબમાં પોતાની ટેસ્ટ કરાવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular