મુંબઇ મહાનગરપાલિકાએ અતિજોખમી ૪૯ ઇમારતોના વીજળી-પાણીપુરવઠો કાપ્યો

આમચી મુંબઈ

મુંબઇ: મુંબઇ મહાનગરપાલિકાએ મુંબઇની જોખમી ૪૯ ઇમારતોનાં વીજળી અને પાણીનો પુરવઠો કાપી નાખ્યા છે. તેમ જ ૧૧૭ અતિભયજનક ઇમારતોનું સમારકામ કરવામાં આવ્યું છે. જ્યારે ૧૩૧ ઇમારાતોના મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, એવી માહિતી પાલિકા પ્રશાસને આપી હતી.
દર વર્ષે ચોમાસા પહેલાં મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં રહેણાક મકાનો અને બિન-રહેણાક વિસ્તારોની તપાસ કરીને તેને ભયજનક અને અતિજોખમી શ્રેણી નક્કી કરવામાં આવે છે. તદ્નુસાર મુંબઇમાં ઇમારતોનું સર્વેક્ષણ કરીને અતિજોખમી ઇમારતોની યાદી જાહેર કરવામાં આવે છે. આમાં જે ઇમારતોને મોટા પ્રમાણમાં સમારકામની જરૂર હોય એવી ઇમારતોનો સમાવેશ સી-૨ શ્રેણીમાં કરીને તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે, જ્યારે જર્જરિત ઇમારતોનો સી-૧ એટલે કે અતિભયજનક શ્રેણીમાં સમાવેશ કરીને એ ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા માટેનો આદેશ આપવામાં આવે છે. અતિભયજનક ઇમારતોની યાદીમાં આવતી ઇમારતોના રહેવાસીઓને ઇમારત ખાલી કરવા માટે નોટિસ પણ મોકલવામાં આવે છે, તેમ ન કરવામાં આવે એવા કિસ્સામાં પાલિકા તરફથી ઇમારતોના પાણી અને વીજળીનો પુરવઠો કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ દરમિયાન, દર્ઘટનાઓને રોકવા માટે મુંબઈમાં ૩૦ વર્ષથી વધારે જૂની ઇમારતોનું સ્ટ્રક્ચરલ ઑડિટ થવું જોઈએ, એવી
અપીલ પાલિકા પ્રશાસન તરફથી કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.