મુંબઇના મિરારોડમાં એક દુ:ખદ ઘટના બની છે. દહેજ માટે એક નવપરણીતાને સાસરિયાઓએ મળીને મોતને ઘાટ ઉતારી દીધી. ધૂમ-ધડાકા સાથે લગ્ન કર્યા બાદ પણ સાસરીપક્ષ દ્વારા પિયરેથી પૈસા લાવવા માટે આ પરણિતાને દબાણ કરવામાં આવતું. સતત કરવામાં આવતી માંગણીઓથી કંટાળી આખરે પરણિતાના પિયરના લોકોએ પૈસા આપવાની ના પાડી દીધી. જેને કારણે સાસરીયાઓએ મળીને આ નવપરણિતાને મોત ને ઘાટ ઉતારી દીધી એવો આક્ષેપ પરિણાતાના પિયર પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.
એક ઉચ્ચ કુંટુંબ અને ભણેલા-ગણેલા પરિવારમાં આ ઘટના બની હોવાથી લોકોને બહુ આશ્ચર્ય થઇ રહ્યું છે. એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ આ અંગે પરણિતાના પિયર પક્ષ દ્વારા કાશીમીરા પોલિસ સ્ટેશનમાં તેના પતિ સહિત સાસરી પક્ષના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે ફરિયાદ નોંધાવતા જ પોલીસે આરોપીયોની શોધખોળ માટે ત્રણ ટૂકડી રવાના કરી દીધી છે.
અસ્મિતા નામની આ પરણિતાએ એમસીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. તે નોકરી પણ કરતી હતી. દહેજ માટે અસ્મિતાના સારિયાઓએ તેની હત્યા કરી હોવાનો આક્ષેપ અસ્મિતાના પિતા અમર મિશ્રાએ કર્યો હતો. પોતાની દિકરીના લગ્ન મોટા ઘરમાં થાય એવી અસ્મિતાના પિતાની ઇચ્છા હતી. તે માટે તેમણે પોતાની જીંદગીભરની કમાણી દિકરીના લગ્નમાં ખર્ચી નાંખી.
મૂળ ઉત્તર પ્રદેશના અમર મિશ્રાએ પોતાની દિકરી અસ્મિતાના લગ્ન 20, નવેમ્બર 2021માં ધામ-ધૂમીથી અભય મિશ્રા સાથે કરી આપ્યા હતા. લગ્ન બાદ થોડા દિવસ અસ્મિતાનો સંસાર સૂખેથી ચાલી રહ્યો હતો. પણ ત્યાર બાદ તેના પતિસાથે સાસરીપક્ષના તમામા લોકોએ અસ્મિતાને પિયરેથી પૈસા લઇ આવવા દબાણ કર્યુ. અસ્મિતાનો પતિ એન્જનિયર હોવાથી એક મોટા બિલ્ડરને ત્યાં કામ કરે છે એવું કહી જૂહુમાં આલીશાન ઘર હોવાનું અસ્મિતાના સાસરીયાઓએ લગ્ન પહેલા કહ્યું હતું.
પણ ખરેખર તો તેને ફસાવવામાં આવી છે આ વાતની જાણ અસ્મિતાને લગ્નના થોડા જ મહિનાઓમાં થઇ ગઇ હતી. આ વાત તેણે તેની માતાને પણ કરી હતી. પિતાએ પૈસા આપ્યા બાદ પણ સાસરીયાઓની માંગણી બંધ નહતી થઇ. તેમને અસ્મિતાના પપ્પાનું ઘર જોઇતું હતું જે આપવાની ના પાડતા અભયે અસ્મિતાને ધમકી આપતા પોતે હજી યંગ છે અને બીજા લગ્ન કરી શકે છે એમ કહી તેને પિયરે મોકલી આપી હતી. ત્યારે અસ્મિતાના પિતાએ લગ્નમાં આપેલી વસ્તુઓ અને ઘરેણાં પાછા માગતા અભય તેમની માફી માગી અસ્મિતાને સાસરે પાછો લઇ ગયો હતો.
અમે કોલેજથી સાથે છીએ. અસ્મિતા મારી સાથે બધી જ વાતો શેર કરતી, અભય તેના ચરિત્ર પર શંકા કરતો, અસ્મિતા ક્યારેય આત્મહત્યા કરે એવી છોકરી નહતી. એમ અસ્મિતાની ફ્રેન્ડ શિવાની કાંબળે એ કહ્યું હતું. અસ્મિતાના પિતાએ તેના સાસરીયાઓએ મળીને તેમની દિકરીની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જે અંગે કાશીમીરા પોલીસે ગુન્હો દાખલ કરી તમામ ગુનેગારોની શોધખોળ કરવા ત્રણ ટૂકડી રવાના કરી છે.