Homeઆમચી મુંબઈહવે મુંબઈ મેટ્રોનો પ્રવાસ બનશે વધુ સુખદ, હવે થશે પૈસાની બચત...

હવે મુંબઈ મેટ્રોનો પ્રવાસ બનશે વધુ સુખદ, હવે થશે પૈસાની બચત…

મુંબઈઃ મેટ્રોમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે અને હવે મેટ્રોએ આ પ્રવાસીઓનો પ્રવાસ વધુ સુખદ અને આરામદાયક બનાવવાનો પ્રયાસ મેટ્રો પ્રાધિકરણ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રયાસને પહને પ્રવાસીઓની ખાસી એવી બચત થશે. મુંબઈ મેટ્રો દ્વારા આ સુવિધા આપવામાં આવી છે.
મુંબઈની પહેલી મેટ્રો પ્રવાસીઓની સંખ્યા મેટ્રો-2એ અને મેટ્રો-7 શરૂ થયા બાદ વધી ગઈ છે. ઘાટકોપરથી વર્સોવા આ મેટ્રોના બે સ્ટેશનની કનેક્ટિવિટી મેટ્રો-2એ અને મેટ્રો 7ના બીજા તબક્કા સાથે થઈ ગઈ છે, જેને કારણે પ્રવાસીઓના સમયમાં ખાસ્સી એવી બચત જોવા મળી રહી છે, અને પ્રવાસીઓને બેટર કમ્યુટની સાથે સાથે રિક્ષા-ટેક્સી માટે ચૂકવવા પડતાં પૈસામાં પણ ખાસી એવી બચત થઈ રહી છે.
પ્રવાસીઓની સુવિધા અને ટ્રેનની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં લઈને મેટ્રો દ્વારા મુંબઈ-વન કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડને કારણે પ્રવાસીઓને ખાસી છૂટ મળવાની છે. 30 દિવસમાં પ્રવાસીઓ 45 વખત મેટ્રોની મુસાફરી કરનારા પ્રવાસીઓને 15 ટકા છૂટ મળશે, જ્યારે 60 ટ્રીપ કરનારા પ્રવાસીને 20 ટકાની છૂટ મળશે. આ છૂટ 30 દિવસના સમય પૂરતી જ મર્યાદિત હશે.
આ ઉપરાંત મેટ્રો દ્વારા અનલિમિટેડ પાસની સુવિધા પણ પ્રવાસીને આપવામાં આવી છે અને આ સુવિધા અનુસાર એક દિવસમાં અનલિમિટેડ ટ્રીપ માટે 80 રૂપિયા જ્યારે ત્રણ દિવસના અનલિમિટેડ ટ્રીપ પાસ માટે 200 રૂપિયા પ્રવાસીએ ચૂકવવા પડશે.
મુંબઈ-વન કાર્ડ મુંબઈ મેટ્રોના ટિકિટ કાઉન્ટર અને કસ્ટમર સર્વિસ કાઉન્ટર પર મળશે. આ કાર્ડનો ઉપયોગ તમે બેસ્ટમાં મુસાફરી કરતી વખતે પણ કરી શકો. આ કાર્ડના ઉપયોગ પર સોમવારથી શનિવાર સુધી પાંચ ટકા અને રવિવારે તેમ જ રજાના દિવસે 10 ટકાની છૂટ આપવામાં આવશે.
આવી હશે સુવિધા-
45 અને 60 ટ્રિપનો પાસ ખરીદી કર્યાના 30 દિવસ સુધી વેલિડ હશે
અનલિમિટેડ ટ્રિપ પાસ એક દિવસ માટે 80 રૂપિયા અને 200 રૂપિયામાં ત્રણ દિવસ માટે મળશે
મુંબઈ મેટ્રોનો પ્રવાસ પાસમાં જણાવવામાં આવેલા સ્ટેશનો વચ્ચે જ કરી શકાશે
મુંબઈ 1 કાર્ડ ખોવાઈ જતાં કાર્ડમાં રહેલી બેલેન્સ પાછી નહીં મળે
આ કાર્ડ ખરાબ થઈ જતાં, કામ કરતું અટકી જાય કે પછી ખોવાઈ જતાં નવું કાર્ડ બદલાવવા માટે 100 રૂપિયાની ફી વસૂલવામાં આવશે
ટ્રિપ પાસ ફક્ત મુંબઈ-1 નેશનલ કોમન મોબિલિટી કાર્ડ માટે વેલિડ ગણાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -