(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મેટ્રો કોરિડોર (ટૂએ અને સાત લાઈન)ની નવી લાઈન ચાલુ કરવામાં આવ્યા પછી સતત ત્રીજા દિવસે નવી મેટ્રો ટ્રેનને પ્રવાસીઓ તરફથી નોંધપાત્ર પ્રતિભાવ મળ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી હોવાનું સત્તાવાર જણાવાયું હતું.
મુંબઈ સબર્બનમાં પરિવહન ક્ષેત્રે લોકલ ટ્રેન અને બેસ્ટની બસની સાથે આગામી દિવસોમાં મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરનારાની સંખ્યામાં વધારો થઈ શકે છે. ગયા અઠવાડિયા દરિમયાન મેટ્રો (ટૂએ અને સેવન કોરિડોર)નું ઉદઘાટન કરવામાં આવ્યા પછી મેટ્રોમાં પ્રવાસીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટૂએ અને સેવનના સંપૂર્ણ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અલબત્ત, ગુરુવારે ઉદઘાટન કરવામાં આવ્યા પછી શુક્રવારે બપોરના ચાર વાગ્યા પછી જાહેર જનતા માટે મેટ્રો ટ્રેનમાં મુસાફરી ચાલુ કરવામાં આવી હતી. જોકે, મેટ્રો ટૂએ અને મેટ્રો-સેવન કોરિરોડનો પહેલા તબક્કા (દહીસરથી દહાણુકરવાડી)માં મેટ્રો ટ્રેન ચાલુ હતી, પરંતુ બીજા તબક્કા (દહીસરથી અંધેરી ટૂએ અને દહીસર પૂર્વથી ગુદવલી અંધેરી પૂર્વે)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યા પછી હવેથી ધીમે ધીમે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
જાહેર જનતા માટે મેટ્રો ટ્રેનમાં ટ્રાવેલ કરવાની મંજૂરી આપ્યા પછી રવિવાર સુધીમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીએ મુસાફરી કરી ચૂક્યા છે, જ્યારે આગામી દિવસોમાં વધારો થઈ શકે છે. દહીસરથી અંધેરીનો કોરિડોરથી સૌથી વ્યસ્ત છે, જ્યાં રહેવાસી વિસ્તારની સાથે ઔદ્યોગિક વિસ્તાર, સ્કૂલ-કોલેજ હોવાને કારણે સૌથી વધુ લોકો અવરજવર કરવા માટે મેટ્રોનો આશરો લઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મેટ્રો કી ચલ પડી… મેટ્રો ટ્રેનમાં આટલા લાખ પ્રવાસીઓએ કરી મુસાફરી
RELATED ARTICLES