તો શું મેટ્રો પાંચ લાઈન: શહાડ-ટિટવાલા સુધી લંબાવાશે? પ્રસ્તાવની એમએમઆરડીએ વિગતવાર તપાસ કરશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ થાણે-ભિવંડી-કલ્યાણ પાંચ લાઈનમાં કલ્યાણથી આગળ
શહાડ-ટિટવાલા સુધી લંબાવવાની શક્યતા છે. મેટ્રો પાંચ લાઈનના કોરિડોરને શહાડ-ટિટવાલા સુધી લંબાવવાના પ્રસ્તાવને રાજ્ય સરકારે
એમએમઆરડીએને મોકલ્યો છે, તેથી આ મુદ્દે વિગતવાર તેના તપાસ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહાડ-ટિટવાલા સુધીના એક્સટેન્શન
અંગે વિગતવાર સર્વેક્ષણ કરવામાં આવ્યા પછી મેટ્રો પાંચ લાઈનને શહાડ-ટિટવાલા સુધીના પ્રોજેક્ટ પર સહીસિક્કા કરવામાં આવશે.

થાણે-કલ્યાણ વચ્ચે લોકલ ટ્રેનના બદલે મેટ્રો મારફત પ્રવાસ કરવાનું વધુ સુલભ બનાવવા અંગે ઉપરોક્ત પ્રસ્તાવની વિચારણા કરવામાં આવી છે.
એમએમઆરડીએ દ્વારા થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો પાંચ લાઈનનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ૨૪.૧ કિલોમીટર લાંબી મેટ્રો લાઈનનું કામકાજ
ઝડપથી હાથ ધરવામાં આવ્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટને પાર પાડવાથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે, તેની સાથે ટ્રેનના ટ્રાવેલિંગ ટાઈમમાં પણ
ઘટાડો થશે. પ્રસ્તાવિત કોરિડોરમાં મેટ્રો ચાલુ કરવાને કારણે ટ્રાવેલિંગ ટાઈમમાં પણ લગભગ ૫૦થી ૧૦૦ ટકા સમયની બચત થશે, એમ
એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું.

મેટ્રોના એક્સટેન્શનનું પગલું સ્થાનિક નાગરિકોની માગણીને અનુસંધાનમાં ભરવામાં આવ્યું છે, તેથી મેટ્રો પાંચ લાઈનને એક્સેટન્ડ કરવાની યોજના હાથ
ધરવામાં આવી છે. આ મુદ્દે મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં પણ જણાવ્યું હતું કે આ બાબતમાં વિચારણા કરી છે, જે અંતર્ગત એમએમઆરડીએ દ્વારા
એક્સટેન્ડ કરવાનું શક્ય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે, એમ એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મુંબઈ મેટ્રો પોલિટન રિજનમાં પ્રસ્તાવિત મેટ્રો પાંચ લાઈન અંતર્ગત થાણે વાયા ભિવંડી-કલ્યાણ કોરિડોરમાં મેટ્રો ટ્રેન દોડાવવાની
યોજના છે, જ્યાં પંદર સ્ટેશન સંપૂર્ણ એલિવેટેડ બનાવવામાં આવશે, જ્યારે તેનું કામકાજ પણ ચાલુ છે. પાંચમી લાઈનના એક્સટેન્શન પાછળ લગભગ
૮,૪૧૬.૧૭ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.