Homeઆમચી મુંબઈમુંબઈમાં મે મહિના સુધી દર શનિવારે પાણીકાપ, તમારો વિસ્તાર તો નથીને આ...

મુંબઈમાં મે મહિના સુધી દર શનિવારે પાણીકાપ, તમારો વિસ્તાર તો નથીને આ યાદીમાં?

મુંબઈઃ બીએમસીના પૂર્વ ઉપનગરના એલ વોર્ડના ખૈરાની રોડ નીચે આવેલી અને તુકારામ બ્રિજથી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધીની જળવાહિનીનું સમારકામ અને સક્ષમીકરણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે અને આ કામ માટે 10 દિવસનો સમય લાગશે, એવી માહિતી પાલિકાના અધિકારી દ્વારા આપવામાં આવી હતી. પરંતુ સળંગ 10 દિવસ સુધી પાણી પુરવઠો ખંડિત કરવામાં આવે તો નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે એટલે તબક્કાવાર આ કામ હાથ ધરવામાં આવશે.
નાગરિકોની હાલાકિને ધ્યાનમાં લઈને શનિવાર ચોથી માર્ચ અને શનિવાર છઠ્ઠી મે સુધી દર શનિવારે એલ વોર્ડના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો ખંડિત કરવામાં આવશે. તેથી આ વિસ્તારના નાગરિકોએ દર શુક્રવારે પૂરતો પાણી પુરવઠો કરીને પાણી સાચવીને વાપરવું એવું આહ્વાન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. તેમ જ ખબરદારીના ઉપાય તરીકે દર રવિવારે આવનાર પાણીને ગાળીને, ઉકાળીને જ ઉપયોગમાં લેવું એવી ભલામણ પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે.
એલ વોર્ડના ખેરાની રોડ નીચે આવેલી 1200 મિલીમીટર વ્યાસની અને 800 મીટર લાંબી જળવાહિનીનું સક્ષમીકરણ કરવાનું આવશ્યક છે. તેથી આ જળવાહિનીમાં ક્યુઅર્ડ ઈન પ્લેસ્ડ પાઈપ પદ્ધતિથી મજબૂત બનાવવામાં આવશે. આ માટે 10 દિવસનો સમય લાગશે. પરંતુ જો 10 દિવસ સુધી સતત પાણી પુરવઠો ખંડિત કરવામાં આવે તો નાગરિકોને પારાવાર હાલાકિ ભોગવવાનો વારો આવશે, એટલે તબક્કાવાર આ કામ હાથ ધરવામાં આવશે. પરિણામે ચોથી માર્ચથી છઠ્ઠી મે સુધી દર શનિવારે આ વિસ્તારમાં પાણીકાપ લાગુ કરવામાં આવશે.
એલ વોર્ડના કયા વિસ્તારમાં પાણી નહીં આવે?
સંઘર્ષ નગર, લોયલકા કંપાઉન્ડ, સુભાષ નગર, ભાનુશાલી વાડી, યાદવ નગર, દુર્ગામાતા મંદિર, કુલકર્ણી વાડી, ડિસુઝા કંપાઉન્ડ, લક્ષ્મીનારાયણ માર્ગ, જોશ નગર, આઝાદ માર્કેટ વિસ્તારમાં 10 શનિવાર પાણી પુરવઠો બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular