બહેન ભાઈના સંબંધને કલંક લગાવનારી ઘટના મુંબઈના કુર્લા વેસ્ટ ખાતે બની હતી, જેમાં 14 વર્ષીય સગીરા પર તેના જ 21 વર્ષીય કાકાઈ ભાઈ દ્વારા જ બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી વ્યથિત થયેલી પીડિતાએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ દ્વારા આ પ્રકરણે પોક્સો એક્ટ હેઠળ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા માટે ગુનો નોંધીને આરોપીની રવિવારે રાતે ધરપકડ કરી હતી.
છેલ્લાં અનેક મહિનાથી આરોપી પીડિતા પર બળાત્કાર કરી રહ્યો હતો, જેને કારણે તે માનિસક તાણ અનુભવી રહી હતી. આ પહેલાં પણ પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પણ એ સમયે તે બચી ગઈ હતી. દરમિયાન આરોપી દ્વારા આપવામાં આવી રહેલાં ત્રાસથી કંટાળીને આખરે પીડિતાએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસને તપાસ દરમિયાન પીડિતાએ લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં 21 વર્ષીય આરોપીએ બળજબરી રપવાનો પ્રયાસ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ભાઈના આ ત્રાસથી કંટાળીને પીડિતાએ આત્મહત્યા કરી હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું.
પોલીસે આ પ્રકરણે પોતે જ ફરિયાદ નોંધાવીને ગુનો દાખલ કર્યો હતો. આરોપી સામે આઈપીસીની 304,305 હેઠળ પોક્સો એક્ટ હેઠળ 8,12,18 હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી.
મુંબઈમાં સંબંધો થયા શર્મસારઃ ભાઈએ કર્યું બહેન સાથે આવું….
RELATED ARTICLES