ગંદા કપડા પણ બદલવા નહીં મળ્યા
મુંબઈ ઈન્ડિયન્સ, આઈપીએલ 2023: મુંબઈ ઈન્ડિયન્સ ક્વોલિફાયર 2માં પહોંચી ગઈ છે, પરંતુ મુંબઈના ખેલાડીઓ લખનૌ સામેની જીતની ઉજવણી પણ ઢંગથી કરી શક્યા નથી. તેમને આખી રાત જાગીને વિતાવવાનો વખત આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ IPL 2023ના બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગઈ છે. રોહિત શર્માની ટીમ હવે ટાઈટલથી માત્ર 2 ડગલાં દૂર છે. ચેન્નાઈમાં એલિમિનેટર મેચમાં મુંબઈએ લખનઊને 81 રને હરાવ્યું હતું.
વિજય બાદ મુંબઈનો ઉત્સાહ વધારે હતો, પરંતુ ખેલાડીઓ ઘણા થાકી ગયા હતા. લખનઊને હરાવ્યા બાદ ટીમે મેદાન પર જશ્ન મનાવ્યો હતો અને પછી ડ્રેસિંગ રૂમમાં થોડીવાર મજા કરી હતી, પરંતુ પછી જે થયું તેનાથી ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા.
મેદાન પર ક્વોલિફાયર 2માં જગ્યા બનાવવા માટે લડત આપ્યા બાદ ટીમને રાત્રે સૂવાનો પણ સમય ન મળ્યો. ખેલાડીઓને જાગવાની ફરજ પડી હતી. વાસ્તવમાં, ફાઇનલમાં જગ્યા બનાવવા માટે, મુંબઈને હવે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સનો સામનો કરવો પડશે અને આ મેચ શુક્રવારે અમદાવાદમાં રમાવાની છે.
આને કારણે ક્વોલિફાયર 2 માં સ્થાન બનાવ્યાના થોડા કલાકો જ મુંબઈની ટીમે ચેન્નાઇથી પ્લેનમાં અમદાવાદ પહોંચવાનું હતું. મુંબઇની ટીમ સવારે 5.30 કલાકે અમદાવાદ પહોંચી હતી. તેમને સૂવાનો કે કપડા બદલવાનો પણ સમય નહોતો મળ્યો.
રાતના લગભગ 11 વાગ્યાની આસપાસ મેચ પૂરી થઇ હતી અને ત્યાર બાદ રાતના અઢી-ત્રણ વાગ્યાની આસપાસ ખેલાડીઓ એરપોર્ટ પર હતા. તેમની ફ્લાઈટ 5.30ની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. ખેલાડીઓ તેમજ તેમના પાર્ટનર્સ માટે આખો દિવસ ખૂબ જ વ્યસ્ત રહ્યો હતો.