મુંબઈઃ મુંબઈના ઘાટકોપરના વિસ્તારમાં રહેતાં 27 વર્ષીય વિવાહિત મહિલાએ પતિ અને સાસુની મારપીટ કરી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પતિ લગ્નની વર્ષગાંઠ ભૂલી જતા પત્ની ગુસ્સે ભરાઈ હતી અને તેણે પિયર ફોન કરીને ભાઈ અને માતા-પિતાને બોલાવ્યા હતા. ત્યાર બાદ થયેલાં ઝઘડામાં તેણે પતિ અને સાસુની મારપીટ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 18મી ફેબ્રુઆરીના આરોપી મહિલાના લગ્નની વર્ષગાંઠ હતી અને એ જ રાતે આ બધી રામાયણ થઈ હતી.
પતિ લગ્નની વર્ષગાંઠ ભૂલી જતાં મહિલા રોષે ભરાઈ હતી અને તેણે તેના ભાઈ અને પિતાને સાસરિયે બોલાવ્યા હતા. પિતા અને ભાઈ ઘરે પહોંચતા જ બધાએ મળીને પતિ અને સાસુ સાથે મારપીટ કરી હતી એવો આક્ષેપ કરાઈ રહ્યો છે. એટલું જ નહીં પણ પતિની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
જીવલેણ હુમલો કરવા બદ્દલ આરોપી મહિલા, તેનો ભાઈ અને માતા-પિતા એમ ચારેય જણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અમે એ લોકોને નોટિસ મોકલાવી છે અને આ પ્રકરણની તપાસ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, એવું ઘાટકોપર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
32 વર્ષીય પીડિત યુવક એક કુરિયર કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે અને તેની પત્ની એટલે કે આરોપી મહિલા એક ફૂડ આઉટલેટમાં નોકરી કરે છે. 2018માં બંનેના લગ્ન થયા હતા અને તેઓ ગોવંડીના બેંગનવાડી પરિસરમાં રહે છે.
મુંબઈમાં પતિ લગ્નની વર્ષગાંઠ ભૂલી ગયો અને…
RELATED ARTICLES