મુંબઇના સાકીનાકા વિસ્તારમાં આવેલ હાર્ડવેરની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. ઘટનાનની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ કાબૂમાં આવ્યા બાદ ફરી એકવાર ભડાકો થતાં લોકો ગભરાઇ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇના સાકીનાકા વિસ્તારમાં આવેલ રાજશ્રી નામની હાર્ડવેરની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આ દુકાન મેટ્રો સ્ટેશનની નજીક આવેલી છે. આગના બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલ ફાયર બ્રિગેડના જવાનોના અથાગ પ્રયત્નો બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે આગ ઓલવાઇ ગયા બાદ ફરી એકવાર ભડાકો થયો હતો. ફાયર બ્રિગેડના જવાનો હજી પણ ઘટના સ્થળે આગ ઓલવવાની કામગીરી કરી રહ્યાં છે.
@DGPMaharashtra @CPMumbaiPolice @MumbaiPolice Peninsula hotel,Sakinaka Mumbai k saamne short circuit hone se moke par fire brigade or mumbai police pohonch gayi jiski wajah se koi hadsa nhi hua. Thank you mumbai police and fire brigade. @mybmcWardL @AlertCitizens07 pic.twitter.com/jNTIei71oV
— Asad Patel (@asadpatel74) March 26, 2023
હજી સુધી આ આગને કારણે કોઇ જાનહાનીના સમાચાર આવ્યા નથી. સ્થાનિકોએ આગના ફોટો અને વિડીયો ટ્વીટર પર શેર કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે એક વાર આગ ઓલવ્યા બાદ ફરી ભડાકો થતાં ફાયર બ્રિગેડની ટિમને ફરી દોડીને ઘટના સ્થળે આવવું પડ્યું હતું. હાલમાં ફાયર બ્રિગેડની 8 થી 10 ગાડી ઘટના સ્થળે ફાયર કુલીંગનું કામ કરી રહી છે. સદભાગ્યે આ આગને કારણે કોઇ જાનહાની થઇ નથી. જોકે સાકીનાકા વિસ્તારમાં આ આગને કારણે ધૂમાડો પ્રસરી ગયો છે. આગમાં બે દુકાનોને મોટું નુકસાન થયું છે. આગનું કારણ શું છે એ જાણવા માટે સ્થાનીક પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો માહિતી મેળવી રહ્યા છે.