મુંબઈમાં ભારે વરસાદની આગાહી ફરી ખોટી પડી?

આમચી મુંબઈ

ચેંબુરમાં ભીંત તૂટી પડતાં ત્રણ વર્ષની બાળકીનું મોત

ગાજ્યા મેઘ ક્યારે વરસશે?
મરીન ડ્રાઈવમાં ઝરમર વરસાદ વરસતો હોવા છતાં સમુદ્રના મોજાનો સહેલાણીઓ આસ્વાદ લેતા હતા. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ, થાણે અને પાલઘરમાં સોમવારથી પાંચ દિવસ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરીને હવામાન ખાતાએ મુશળધાર વરસાદની આગાહી કરી છે. જોકે મુંબઈ સહિતના વિસ્તારમાં ફક્ત છૂટાછવાયા જોરદાર ઝાપટાં જ પડી રહ્યાં છે. તેથી હવામાન ખાતાની આગાહી ફરી એક વખત ખોટી સાબિત થયેલી જણાય છે. છૂટાછવાયા વરસાદ વચ્ચે ચેંબુરમાં કમ્પાઉન્ડ વૉલ તૂટી પડતાં ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું. રવિવારથી મુંબઈમાં હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડી રહ્યા છે. આ દરમિયાન હવામાન ખાતાએ સોમવાર ૨૦ જૂનથી રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થવાની આગાહી કરી હતી. જે હેઠળ મુંબઈ, થાણે અને પાલઘરમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરીને મુશળધાર વરસાદની આગાહી કરી હતી. જોકે મુંબઈ સહિતના વિસ્તારમાં ફક્ત છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.
દિવસ દરમિયાન વરસાદનું જોર તો નહોતું, પરંતુ નજીવા વરસાદમાં સતત બીજા દિવસે ચેંબુરમાં એક હોનારત બની હતી, જેમાં બપોરના ૧.૪૫ વાગે ચેંબુરમાં ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર જંગલ ખાતાની જમીન પર આવેલા જય અંબે નગર ઝૂંપડાંમાં ભીંત તૂટી પડી હતી, જેને કારણે ત્રણ લોકો જખમી થયા હતા. જખમીઓને તુરંત હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તે પહેલાં જ ત્રણ વર્ષની બાળકી નાયરા ધોત્રેને મૃત જાહેર કરવામાં આવી હતી. તો ૫૦ વર્ષની શાંતાબાઈ ધોત્રેને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. તો ૩૩ વર્ષના રમેશ પવારને રાજાવાડીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ મુંબઈમાં સોમવાર સવારના ૮.૩૦ વાગ્યાથી મંગળવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં તળ મુંબઈમાં ૫૪.૫૯ મિલીમીટર, પૂર્વ ઉપનગરમાં ૩૯.૫૯ મિલીમીટર અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૩૭.૨૨ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ભારે પવન ફૂંકાવાને કારણે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ઝાડની ડાળખી તૂટી પડવાના અનેક બનાવ બન્યા હતા. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.