Homeઆમચી મુંબઈમુંબઈમાં ટ્યુશન જઈ રહેલી કિશોરીને અટકાવી અને...

મુંબઈમાં ટ્યુશન જઈ રહેલી કિશોરીને અટકાવી અને…

મુંબઈઃ મુંબઈમાં ટ્યુશન જઈ રહેલી કિશોરીનો પીછો કરીને તેને વચ્ચે આંતરીને ચેન સ્નેચિંગ કરનારા બે આરોપીની પોલીસે 24 કલાકની અંદર ધરપકડ કરી હતી. જનેન્દ્ર નગરસિંગરાવ કોયા અને ઋષિકેષ દળવીની ધરપકડ કરાઈ હોઈએ આ બંને હિસ્ટ્રીશિટર છે એવી માહિતી પણ મુંબઈ પોલીસે આપી હતી.
ઘટના 22મી ફેબ્રુઆરીના બની હતી અને ટ્યુશન જઈ રહેલી કિશોરીનો પીછો કરીને જનેન્દ્ર અને ઋષિકેષ તેના ગળામાં રહેલી આઠ ગ્રામ વજનની સોનાની ચેન આંચકી લીધી હતી. ગભરાઈ ગયેલી યુવતીએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ધક્કો મારીને બંને આરોપી ભાગી ગયા હતા
કિશોરીએ ઘરે માતાને તેની સાથે બનેલી ઘટના જણાવી હતી અને માતા દીકરીને લઈને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ગોરેગાંવ પોલીસે અપરાધીઓને તપાસ હાથ ધરી હતી. પોલીસે જ્યાં આ ઘટના બની હતી ત્યાંના સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાયો હતો. બધી ટેક્નિકલ બાબતોનો તપાસ કરીને 24 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરી હતી.
દરમિયાન આ બંને આરોપીઓ હિસ્ટ્રીશિટર હોઈ તેમની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. મલાડ, દહીંસર, બાંગુર નગર વગેરે પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ચોરી જેવા ગુનાઓ તેમના નામે નોંધાયેલા છે. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યા હોવાની માહિતી પણ ગોરેગાંવ પોલીસ દ્વારા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular