છેલ્લા દિવસે Mumbai નાં 1947 ગણેશમંડળને મળી મંજૂરી, જાણો BMCએ ગણેશમંડળો માટે શું બનાવ્યા છે નિયમો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગણેશોત્સવ નજીક આવી ગયો છે અને ગણેશોત્સવની ઉજવણી માટે સાર્વજનિક ગણેશમંડળોને મંજૂરી લેવા માટે ૨૩ ઑગસ્ટ સુધીની મુદત હતી. પાલિકા પાસે ૩,૨૫૫ અરજી મંજૂરી માટે આવી હતી, તેમાંથી મંગળવારના છેલ્લા દિવસે મુંબઈનાં કુલ ૧૯૪૭ મંડળોને પાલિકાએ મંજૂરી આપી હતી. તો જુદા જુદા કારણથી ૪૧૫ ગણેશમંડળોની અરજી રદ કરવામાં આવી હતી.

ગણેશોત્સવને માંડ અઠવાડિયું બાકી છે. પાલિકાએ તમામ મંડળોને જુદી જુદી મંજૂરીઓ વન વિન્ડો હેઠળ આવી રહી છે, જેથી કરીને મંડળોને પોલીસ, ફાયર બિગ્રેડ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટના ચક્કર કાપવાથી રાહત મળી શકે. વન વિન્ડો સિસ્ટમ હેઠળ પાલિકા પાસે મુંબઈનાં ૩૨૫૫ મંડળોએ અરજી કરી હતી, તેમાંથી ૫૨૩ અરજી ડબલ વખત આવી હતી. હાલ ૨૭૩૨ એપ્લિકેશનની સ્ક્રુટીની કરવામાં આવી હતી. તેમાંથી ૧૯૪૭ મંડળોને પરમિશન આપવામાં આવી હતી. જ્યારે ૪૧૫ મંડળોની અરજી જુદા જુદા કારણથી રદ કરવામાં આવી હતી. એ સિવાય હાલ ૩૭૦ એપ્લિકેશન જુદા જુદા લેવલ પર પ્રોસેસમાં છે.

રસ્તા પર ખાડા દેખાયા તો મંડળોને બે હજારનો દંડ

પાલિકાની નવી ગાઈડલાઈન મુજબ ગણેશોત્સવ દરમિયાન મંડપની અંદર અથવા મંડપની આજુબાજુના વિસ્તારમાં ખાડા દેખાયા તો તે માટે મંડળને બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ તહેવારો દરમિયાન રસ્તા પર ગણેશમંડળો ગમે ત્યાં ખાડા ખોદે નહીં અને રસ્તાની હાલત ખરાબ થાય નહીં તે માટે પાલિકાની આ નવી ગાઈડલાઈન છે.

દરેક વોર્ડમાં એક વોર્ડ ઓફિસરે એક ટાસ્ક ફોર્સ બનાવી છે, જે મંડળોની મુલાકાત લઈને મંડપ બરોબર બનાવ્યો છે કે નહીં, મંડપ માટે ગમે ત્યાં ખાડા તો ખોદ્યા નથી, તેની તપાસ કરશે. અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં પાલિકાએ લાલાબાગ ચા રાજાના ગણેશમંડળને તહેવાર બાદ મંડપની આજુબાજુના ખાડા નહીં પૂરવા બદલ ચાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.