Homeઆમચી મુંબઈમુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે એકલા પડશે? કોંગ્રેસ સ્વબળે લઢશે.

મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે એકલા પડશે? કોંગ્રેસ સ્વબળે લઢશે.

મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. એમાં શિંદેગ્રુપ અને ઉદ્ધવ ગ્રુપના વિવાદે નવો વળાંક આપ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસે પણ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. અને પ્રભાગદીઠ ઉમેદવારોનો સર્વે પણ શરુ કરી દીધો છે. એટલે એવું બની શકે છે કે કદાચ ઉદ્દવ ઠાકરેનો હાથ ઝાલવા કોઇ નહીં હોય, તમામ રાજકીય ઉતાર-ચઢાવમાં મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 227 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા કરી સ્વબળે ચૂંટણી લઢવાનો નિર્ણય કર્યો છે. એટલે કે સાફ છે કે આ વખતે કોંગ્રેસની યુતી કોઇ પણ પક્ષ સાથે થશે નહીં એ સાફ દેખાઇ રહ્યું છે. છતાં આખરે દિલ્હી હાય કમાન્ડનો નિર્ણય અંતિમ રહેશે એમાં કોઇ શંકાને સ્થાન નથી. કોંગ્રેસના મુંબઇ અધ્યક્ષ ભાઇ જગતાપે એક વેબ પોર્ટલ સાથે વાત કરતા જાણવ્યું હતું કે, ‘મુંબઇ મહાનગરપાલિકાનું નિર્માણ થયું ત્યારથી કોંગ્રેસ એક માત્ર એવો પક્ષ છે જે બધીજ બેઠકો પથી ચૂંટણી લઢી હોય. અમે 15 વર્ષ સુધી સત્તામાં હતા. 2007માં સૌથી વધુ બેઠકો ક્રોંગ્રેસ જ જીતી હતી. અમારી પાસે 74 બેઠકો હતી જે અમે જીત્યા હતા. 2012માં રાષ્ટ્રવાદી સાથે યુતીમાં લઢતા અમારી સીટ 58 પર આવી ગઇ હતી. રાષ્ટ્રાવાદી પાસે 8 સીટ વધારે આવી તેઓ 14 બેઠકો પર જીત્યા. એમનો ફાયદો થયો પણ અમને કોઇ ફાયદો ન થયો. મારી પહેલેથી એક જ ભૂમિકા રહી છે કે મહાનગરપાલિકા અમે સ્વબળે લઢીશું. છતાં હવે વરિષ્ઠો જે નક્કી કરશે એ ખરું. ’ 227 એકલા લઢવા માંગો છો? એનું કરાણ અમારા નેતા રાહુલ ગાંધીએ પૂછ્યું. આ વાત જગતાપે જણાવી અને એના જવાબમાં એમણે કહ્યું કે, ‘મારો જે 227મો ઉમેદવાર છે એણે પણ આ પહેલા 600થી વધુ મત મેળવ્યા છે. એ પણ પક્ષનો ઝંડો ખભા પર લઇને લઢી રહ્યો છે. આ એની મહેનત છે અને એ દેખાઇ રહી છે. અને એને કારણે જ અમને જશ મળશે… છતાં હવે ચૂંટણી ક્યારે થશે એ તો માત્ર નરેન્દ્ર અને દેવેન્દ્ર જ કહી શકશે’ એવો ટોણો પણ એમણે માર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular