ઘાનાથી આવેલા પ્રવાસીના પેટમાંથી કોકેન ભરેલી ૮૭ કૅપ્સ્યુલ મળી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે પકડી પાડેલા ઘાનાથી આવેલા પ્રવાસીના પેટમાંથી અંદાજે ૧૩ કરોડ રૂપિયાની કિંમતના કોકેન ભરેલી ૮૭ કૅપ્સ્યુલ મળી આવી હતી.

કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રવાસીને ઍરપોર્ટ પર ૨૮ ઑગસ્ટે રોકવામાં આવ્યો હતો. શંકાને આધારે તેના સામાનની તપાસ કરવામાં આવી હતી. સામાનમાંથી શંકાસ્પદ કોઈ વસ્તુ મળી નહોતી. જોકે ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યુલ્સ ગળીને આવ્યો હોવાની જાણ થતાં તેને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હૉસ્પિટલમાં ત્રણ દિવસ દરમિયાન તેના પેટમાંથી ૮૭ કૅપ્સ્યુલ કાઢવામાં આવી હતી. કૅપ્સ્યુલ્સમાંથી મળી આવેલું ડ્રગ્સ કોકેન હોવાની ખાતરી થઈ હતી. જપ્ત કરાયેલા કોકેનની કિંમત ૧૩ કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આરોપી વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.