ગોવા જતાં પ્રવાસીઓને રેલવેએ આપી મોટી રાહત! મુંબઈ-કરમાલી એક્સપ્રેસને મડગાંવ સુધી એક્સટેન્શન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ-કરમાલી વચ્ચેની જાણીતી (તેજસ એક્સપ્રેસ)ને મડગાંવ (ગોવા) સુધી લંબાવવાની સાતે આ ટ્રેનમાંવિસ્ટાડોમ કોચ જોડવામાં આવતા ટ્રેન વધુ લોકપ્રિય બની શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે દર મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે સવારના ૫.૫૦ વાગ્યે સીએસએમટી-કરમાલી એક્સપ્રેસ (૨૨૧૧૯)ને કરમાલી માટે રવાના કરવામાં આવે છે, જ્યારે કરમાલીથી બપોરના ૨.૨૦ વાગ્યાના સુમારે દર મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે સીએસએમટી માટે રવાના કરવામાં આવે છે. આમ છતાં બંને દિશામાં પહેલી નવેમ્બરથી ટ્રેન (૨૨૧૨૦)ને મડગાંવ (૩૫ કિલોમીટર તથા રોડ મારફત પ્રવાસ એક કલાક) સુધી લંબાવવામાં આવશે, જેથી પ્રવાસીઓ સીધા મડગાંવ સુધી ટ્રાવેલ કરવાનું સુલભ બનશે.
આ બંને દિશાના હોલ્ટ સ્ટેશનમાં દાદર, થાણે, પનવેલ, ચિપલુણ, રત્નાગિરિ, કુડાલ અને કરમાલી હશે. પહેલી નવેમ્બરથી ટ્રેનને મડગાંવ સુધી લંબાવનારી ટ્રેનનું બુકિંગ ૧૭મી સપ્ટેમ્બરથી ચાલુ થશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. આ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચની સાથે ૧૧ એસી ચેરકાર, એક એસી એક્ઝિક્યુટિવ, એક એસી એક્ઝિક્યુટિવ ચેર કાર અને બે લગેજ, જનરેટર અને બ્રેક વાન હશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.