Homeઆમચી મુંબઈમુંબઈમાં લિવ-ઈન-પાર્ટનર પર ફેંક્યું એસિડ

મુંબઈમાં લિવ-ઈન-પાર્ટનર પર ફેંક્યું એસિડ

મુંબઈ: માયાનગરી મુંબઈમાં લિવ ઈન પાર્ટનરે ઝઘડો થતાં પાર્ટનર પર એસિડ ફેંકી હોવાની ઘટના બની હતી. શુક્રવારે સવારે જ્યારે મહિલા પાણીની ટાંકી ભરવા માટે ઉઠી હતી ત્યારે આરોપીએ બહારથી આવીને તેના પર એસિડ ફેંક્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તેની ઓળખ મહેશ પૂજારી તરીકે થઈ છે.
લોકમાન્ય તિલક માર્ગ પોલીસે જણાવ્યું હતું કે મહેશ પુજારી (62)નો તેની 54 વર્ષની પાર્ટનર સાથે કાલબાદેવી ખાતે આવેલી એક ચાલીમાં રહે છે. બંને વચ્ચે કોઈક કારણસર ઝઘડો થયો હતો અને આ ઝઘડાને પગલે તેણે એસિડ ખરીદ્યું હતું અને તેની લિવ ઈન પાર્ટનર પર નાખ્યું હતું. પીડિતાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને પોલીસ કન્ટ્રોલ રુમને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર જ્યોતિ દેસાઈએ જણાવ્યું હતું કે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 15 મિનિટમાં જ આરોપીને પકડી લીધો હતો. બંને જણ 25 વર્ષથી સાથે રહેતા હતા. મહેશની નશાની આદતને કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, 2021માં દેશમાં એસિડ ફેંકવાના 102 બનાવો નોંધાયા હતા, જ્યારે 2019 અને 2020માં આ પ્રમાણ અનુક્રમે માં 150 અને 105 જેટલું હતું. તેમાં પણ એસિડ એટેકની સૌથી વધુ ઘટનાઓ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં બની હતી. દેશમાં દર વર્ષે નોંધાતા કુલ કેસના 50 ટકા કેસ આ બંને રાજ્યમાં નોંધાયા હતા.
2015માં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં એસિડ હુમલાના કેસોની ઝડપી સુનાવણી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular