ખંડણી મામલે તપાસ કરવા મુંબઇ ક્રાઇમ બ્રાંચ સુરત પહોંચી, D કંપની-છોટા શકીલ ગેંગ સાથે કનેક્શનની શક્યતા

આપણું ગુજરાત આમચી મુંબઈ

Suarat: એક તરફ સુરતમાં NIA અને ATS જજીલના આતંકવાદી સંગઠન સાથેના સંબંધો અંગે પૂછપરછ કરી રહી છે ત્યારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે પણ સુરતમાં ધામા નાખ્યા છે. વેપારી પાસેથી ખંડણી માંગવાના મામલામાં ડી કંપની અને છોટા શકીલ ગેંગના સુરત કનેક્શન અંગે મુંબઇ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓમાંથી બેના ઘરે તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. સુરતના આરીફ બેગ મિર્ઝાના ઘરે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇલ્યાસ કાપડિયાના ઘરે પણ તપાસ ચાલી રહી છે.
મૂળ સુરતના અને હાલ મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિએ મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી કે, સુરતના અસ્લમ નવીવાલાએ તેમની પાસેથી 13 કરોડ રૂપિયા લીધા હતા. આ બાદ તેમણે પૈસા પરત આપ્યા ન હતા. ત્યારબાદ અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના નામે ઇન્ટરનેશનલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી કે સુરતમાં ધંધો કરવો હોય તો 50 લાખ આપવા પડશે.
હાલ મુંબઈ ક્રાઈમ બ્રાંચ સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસ કરી રહી છે. તપાસ બાદ ચોંકાવનારી જાણકારી બહાર આવી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.