મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 41 કિલો ગાંજા સાથે એકની ધરપકડ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ક્રાઈમ બ્રાન્ચના બાંદ્રા યુનિટ દ્વારા 41 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેની પાસેથી 10.25 લાખની કિંમતનો 41 કિલો ગાંજા મળી આવ્યો હતો.
બાંદ્રા યુનિટની એક ટીમ એન્ટોપ હિલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળ્યો હતો. તેની તપાસ કરતાં પોલીસને ગાંજો ભરેલી ગુણ મળી આવી હતી. ટીમે તેના ઘરે દરોડા પાડતા કુલ 41 કિલો ગાંજા મળી આવ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આરોપી અન્ય રાજ્યોમાંથી ગાંજો લાવે છે, અને તે વ્યક્તિ ગાંજાનો સપ્લાયર પણ છે અને મુંબઈ અને ઉપનગરોમાં ડ્રગ્સ સપ્લાય કરે છે.
પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ સલમાન ઝાકિર હુસૈન શેખ (41) તરીકે થઈ છે, જે મુંબઈનો રહેવાસી છે . દરમિયાન, પોલીસ દ્વારા નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જ્યારે આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે, એવી પોલીસ ડેપ્યુટી કમિશનર દત્તા નલાવડેએ માહિતી આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.