ટિકિટ વિના ટ્રેનોમાં મુસાફરી: છ મહિનામાં મધ્ય રેલવેએ વસૂલ્યો રૂ. ૧૪૩ કરોડનો દંડ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ટિકિટ વિના ટ્રાવેલિંગ કરવાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને એપ્રિલથી ઑગસ્ટના છ મહિનાના ચેકિંગ દરમિયાન ૧૪૩ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.
ટિકિટ ચેકિંગની સઘન કાર્યવાહી દરમિયાન છ મહિનામાં ૧૪૩.૪૭ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો, જ્યારે ૨૧.૧૯ લાખ કેસ નોંધાયા હતા. એકલા ઑગસ્ટ મહિનામાં લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ટિકિટ વિના અથવા ગેરકાયદે ટિકિટ લઈ મુસાફરી કરવાના ૨.૯૨ લાખ કિસ્સા નોંધાયા હતા, જ્યારે તેમની પાસેથી રૂપિયા ૧૭.૧૬ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. એપ્રિલથી ઑગસ્ટ મહિના દરમિયાન ટિકિટ વિના ટ્રાવેલ કરવાના ૨૧.૧૯ લાખ કિસ્સા નોંધાયા હતા, જ્યારે પોતાની પાસેના માલસામાનની ટિકિટ નહીં લેવાના પણ નવ લાખથી વધારે કિસ્સા નોંધાયા હતા, જે અગાઉના વર્ષની તુલનામાં ૧૧૪ ટકાનો વધારો થયો છે. એપ્રિલથી ઑગસ્ટ, ૨૦૨૧ દરમિયાન ટિકિટ ચેકિંગ મારફત રેલવેએ ૫૭.૮૦ કરોડની આવક પ્રાપ્ત કરી હતી, જે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ૧૪૮ ટકાનો વધારો થયો છે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.