કોર્ટના નિર્ણયથી MVA સરકારને ફટકો! જેલમાં બંધ આ નેતાઓ નહીં આપી શકે રાજ્યસભામાં વોટ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક અને પૂર્વ પ્રધાન અનિલ દેશમુખને કોર્ટે ઝટકો આપ્યો છે. મુંબઈની એક અદાલતે બંને નેતાઓની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં તેમણે 10મી જૂને રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે એક દિવસના જામીન આપવાનો અનુરોધ કર્યો હતો.

અદાલતે જામીન અરજીઓ પર બુધવારે પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. સુનાવણી દરમિયાન EDએ દેશમુખ અને મલિકની અરજીઓનો એ કહીને વિરોધ કર્યો હતો કે જન પ્રતિનિધિત્વ કાનૂન હેઠળ કેદીઓને કોઇ મતાધિકાર હોતો નથી.

 

એનસીપીના બંને વરિષ્ઠ નેતા દેશમુખ અને મલિક મની લોન્ડરિંગના અલગ અલગ કેસમાં હાલમાં જેલમાં બંધ છે. બંનેએ અસ્થાયી જામીનની માંગ કરીને કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં તેમણે કહ્યું હતું કે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી માટે મતદાન કરવાની ઇચ્છા દર્શાવી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.