Homeઆમચી મુંબઈPatra Chawl Scam: સંજય રાઉતને આખરે મળી રાહત, 3 મહિના બાદ જામીન...

Patra Chawl Scam: સંજય રાઉતને આખરે મળી રાહત, 3 મહિના બાદ જામીન થયા મંજૂર

મુંબઇના ગોરેગામ ખાતે આવેલી પતરા ચાલના કૌભાંડના સંબંધમાં ત્રણ મહિનાથી જેલમાં રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતને આખરે જામીન મળી ગયા છે. મુંબઈની પીએમએલએ કોર્ટે 2 નવેમ્બરે તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી હતી. જોકે, કોર્ટે રાઉતની જામીન અરજી પર ચુકાદો 9 નવેમ્બર પર અનામત રાખ્યો હતો.

21 ઓક્ટોબરે કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરી હતી. તે સમયે પણ સંજય રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવામાં આવી હતી. આ કેસમાં ઇડીએ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં સંજય રાઉતને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. કોર્ટે પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી, જેમાં રાઉતનું નામ મની લોન્ડરિંગના એક કેસમાં આરોપી તરીકે લેવામાં આવ્યું છે. રાઉતે જામીન માટે સ્પેશિયલ કોર્ટ ફોર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કેસમાં અરજી કરી હતી.

રાઉતની ઈડી દ્વારા 31 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. શિવસેના સાંસદની જામીન અરજીની સુનાવણી ઘણી વખત ચાલી હતી, પરંતુ દર વખતે કોર્ટમાંથી તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધતી રહી હતી, પરંતુ આખરે જુલાઈથી જેલમાં રહેલા રાઉતને હવે જામીન મળી ગયા છે.

 

RELATED ARTICLES

Most Popular