સંજય રાઉતની ઇડી કસ્ટડી 8 ઑગસ્ટ સુધી લંબાવાઇ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઇની ગોરેગામમાં આવેલી પતરા ચાલ રિ-ડેવલપમેન્ટ કેસમાં 1034 કરોડ રૂપિયાના નાણાંકીય કૌભાંડ સંદર્ભમાં શિવસેનાના સાંસદ સંજય રાઉત મુશ્કેલીમાં ફસાયા છે. ઘણા કલાકોની તપાસ અને પૂછપરછ બાદ રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રાઉતને 4 ઑગસ્ટ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આજે તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ઇડીની માગણી બાદ તેમની કસ્ટડીમાં ચાર દિવસનો વધારો કરવામાં આવ્યો હતો.
અગાઉ ઇડીએ પતરા ચાલ કેસમાં રાઉતની 15 દિવસની કસ્ટડી માગી હતી, પરંતુ કોર્ટે તેમને માત્ર ચાર જ દિવસની કસ્ટડી આપી હતી, તેથી સંજય રાઉતને આજે જામીન મળશે કે તેમની કસ્ટડીમાં વધારો થશે એ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલતી હતી. ઇડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો તપાસવાના છે, જે અલિબાગ ખાતેની જમીનના વ્યવહાર સંબંધિત છે. ઇડીએ રાઉતની 10 ઑગસ્ટ સુધી કસ્ટડી આપવા માગણી કરી હતી, પણ કોર્ટે રાઉતની 8 ઑગસ્ટ સુધીની કસ્ટડી જ હાલમાં મંજૂર કરી હતી.
દરમિયાનમાં સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે તેઓ હૃદય રોગથી પીડિત હોવા છતાં તેમને વેન્ટિલેશન વિનાની રૂમમાં રાખવામાં આવ્યા છે. આ આક્ષેપના જવાબમાં ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે રાઉતને એસી રૂમમાં રાખવામાં આવ્યા છે.
રાઉતના ભાંડુપના બંગલામાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ભાંડુપમાં સર્ચ ઑપરેશન ચાલી રહ્યું હતું તે સમયે દાદરમાં સંજયના અન્ય ફ્લેટ પર અને ગોરેગામ ખાતેના ફ્લેટ પર પણ સાથે જ દરોડા પાડવામાં આવ્યા હતા. રાઉતને ઇડીની ઑફ્સમાં લઇ જઇને સાતેક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા નહોતા. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

દરમિયાનમાં સંજય રાઉતની પત્ની વર્ષાને પણ ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.