મહારાષ્ટ્રમાં બે વર્ષ બાદ ખૂબ જ ધુમધામથી ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે મુંબઈના વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં પણ બાપ્પા પધાર્યા છે. નોંધનીય છે કે મુંબઈ પોલીસ સોશિયલ મીડિયા પર અલગ અંદાજમાં લોકોમાં જાગરૂકતા ફેલાવતી હોય છે ત્યારે આ વખતે પણ ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ બાપ્પાનું સ્વાગત કરીને એક ગીત તૈયાર કર્યું હતું, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

 

 

ગણેશોત્સવ દરમિયાન થતા ગુનાઓ, ટ્રાફિક નિયમો અને ખાસ કરીને સાયબર ક્રાઈમ અંગે માહિતી ન હોય તેવા લોકોને જાગરૂક કરવામાં આવે છે. આ ગીતના માધ્યમથી પોલીસે જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ વીડિયોને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ શેર કર્યો છે.

Google search engine