Homeઆમચી મુંબઈBMCના કામની ફાળવણીની તપાસ કેગે આદરી

BMCના કામની ફાળવણીની તપાસ કેગે આદરી

ઉચ્ચ અધિકારીઓ પાસેથી માગ્યા મહત્ત્વના દસ્તાવેજ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કોરોનાકાળ દરમિયાન મુંબઈ મનપા દ્વારા કામની ફાળવણીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપોને પગલે કમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ) દ્વારા મંગળવારથી તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી મહત્ત્વના દસ્તાવેજો મગાવ્યા હતા.
કેગની એક ૧૦ સભ્યની ટૂકડીએ પાલિકાના કમિશનર ઈકબાલ ચહલ સાતે મુંબઈ મનપાના મુખ્યાલયમાં મંગળવારે સવારે ચર્ચા કરી હતી, એમ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું.
એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારે ૩૧મી ઓક્ટોબરે મુંબઈ મનપા દ્વારા કોરોનાકાળ દરમિયાન અગાઉની મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં આપવામાં આવેલા કામની તપાસ કરવાની કેગને વિનંતી કરી હતી.
અમારે આજે ચર્ચા થઈ હતી અને વિવિધ ખાતા સંબંધી ઓડિટ ચાલી રહ્યું છે, એમ ચહલે જણાવ્યું હતું.
પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ચહલે કેગની ટીમ આવી તે પહેલાં વિવિધ ખાતાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, વોર્ડ ઓફિસરો, મોટી હોસ્પિટલો અને કોવિડ સેન્ટરના ડીન સાથે બેઠક કરી હતી અને તપાસ સંબંધે આવશ્યક માહિતી આપી હતી.
અમને (કોરોનાકાળ દરમિયાન આપવામાં આવેલા ટેન્ડરો અને ખર્ચ બાબતે) આવશ્યક વિગતો ઉપલબ્ધ અને કેગ માગે તે દસ્તાવેજો તેમ જ યોગ્ય ખુલાસા (પ્રશ્ર્ન ઉપસ્થિત કરવામાં આવે ત્યારે) આપવા જણાવવામાં આવ્યું છે, એમ આ બેઠકમાં હાજર એક અધિકારીએ જણાવ્યું હતું.
૨૮ નવેમ્બર ૨૦૨૦થી લઈને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં થયેલા આર્થિક વ્યવહારોની કેગ દ્વારા તપાસ કરાવવાની માગણી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં આયોજિત વિધાનસભાના સત્રમાં કરી હતી.

કોરોના કાળમાં વિવિધ બાબતો પર થયેલો ખર્ચ રૂ. ૩૫૩૮.૭૩ કરોડ
દહિસરમાં અજમેરાના પ્લોટને પાલિકાએ ખરીદ્યો રૂ. ૩૩૯.૧૪ કરોડ
ચાર બ્રિજના બાંધકામ પર થયેલો ખર્ચ રૂ.૧૪૯૬ કરોડ
કોરોનાકાળમાં ત્રણ હૉસ્પિટલમાં થયેલી ખરીદી રૂ.૯૦૪.૮૪ કરોડ
શહેરના ૫૬ રોડના સમારકામ માટે થયેલો ખર્ચ રૂ. ૨૨૮૬.૨૪ કરોડ
છ ગંદા પાણી પર પ્રક્રિયા કરવાના પ્રોજેક્ટ પર ખર્ચ રૂ. ૧૦૮૪.૬૧ કરોડ
ઘનકચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટ પર થયેલો ખર્ચ રૂ. ૧૦૨૦.૪૮ કરોડ
ત્રણ મળ નિ:સારણ પ્રક્રિયા કેન્દ્ર પર થયેલો ખર્ચ રૂ. ૧૧૮૭.૩૬ કરોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular