સતત બીજા દિવસે IndiGo ની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, Goa-Mumbai ફ્લાઈટ થઈ કેન્સલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ગોવા એરપોર્ટ પર મોટો અકસ્માત મળ્યો છે. ગોવાથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ રનવે તરફ આગળ વધી રહી હતી તે દરમિયાન એન્જિનમાં તાંત્રિક બગાડ થતાં ફ્લાઈટને કેન્સલ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાવાની જાણ થતાં પ્રવાસીઓને બચાવવા માટે નૌસેનાની એક ટીમને બોલાવવામાં આવી હતી અને તેમને બીજી ફ્લાઈટમાં તેમને સુરક્ષિત મુંબઈ રવાના કરવામાં આવ્યા હતાં.

 

એરલાઈને આ ઘટના અંગે જણાવ્યું હતું કે ઈન્ડિગો એરબસ (VT-IZR) ગોવાથી મુંબઈ માટે ટેકઓફ કરી રહી હતી ત્યારે પાયલેટને રનવે પર એન્જિન તરફથી વોર્નિંગ મળી હતી, જે બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને વિમાનને નીરિક્ષણ માટે પાછું એરપોર્ટ લઈ જવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે સોમવારે દિલ્હીથી કોલકાતા જનારી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.