… તો માયા નગરીમાં રોડ ટ્રાવેલ બનશે એકદમ સુસાટ!!!

148
Maharashtra Times

માયા નગરી મુંબઈમાં સિગ્નલ સિસ્ટમ વધુ અદ્યતન અને ઓટોમેટિક થવા જઈ રહી છે, જેને કારણે 395 સિગ્નલને ઓટોમેટિક કરવા માટે આઈઆઈટી મુંબઈની સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આગામી જુન મહિના સુધી આ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવશે, એવી માહિતી મહાપાલિકા દ્વારા આપવામાં આવી છે. વાહનોની સંખ્યા એટલે કે ટ્રાફિકને ધ્યાનમાં લઈને સિગ્નલનું ડ્યુરેશન નક્કી કરવામાં આવશે.
હાલમાં મુંબઈમાં જે સિગ્નલ સિસ્ટમ છે તે 15 વર્ષ પહેલાં કાર્યાન્વિત કરવામાં આવી હતી અને દોઢ દાયકામાં આ શહેરમાં ઘણા બધા ફેરફારો થયા. જેમાં પાદચારીઓનું પ્રમાણ વધવું અને પાયાભૂત સુવિધાના પ્રકલ્પનો સમાવેશ થાય છે. હાલની આ સિગ્નલ સિસ્ટમમાં પહેલાંથી જ સિગ્નલનું ડ્યુરેશન નક્કી કરેલું હોય છે, એટલે કે રેડ સિગ્નલ, ગ્રીન સિગ્નલ કેટલો સમય ઓન રહેશે એનો સમય પહેલાંથી જ નક્કી હોય છે. જ્યારે ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમમાં રસ્તા પરના વાહનોની સંખ્યાને ધ્યાનમાં લઈને આ ડ્યુરેશન નક્કી થાય છે. આ પ્રકારની સિસ્ટમમાં મેક્સિમમ ડ્યુરેશન નક્કી કરવામાં આવશે. .
હાલમાં 652માંથી 258 સિગ્નલ ઓટોમેટિક પદ્ધિતિથી કાર્યરત છે અને બાકીના 395 સિગ્નલ તબક્કાવાર ઓટોમેટિકલ સિગ્નલ સિસ્ટમમાં કન્વર્ટ કરવા માટે આઈઆઈટી મુંબઈની સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, એવી માહિતી મુંબઈ મહાપાલિકા દ્વારા આપવામાં આવી છે. જુન, 2023 સુધી આ રિપોર્ટ આવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હાલના સિગ્નલ જંકશન પર ધસારાના સમયે કઈ બાજુ કેટલા વાહનો છે, સ્પીડ લિમિટ, ભારે વાહનો વગેરેનો અભ્યાસ કરવામાં આવશે.
મુંબઈમાં હાલમાં 43 લાખ વાહનો દોડે છે, ફેબ્રુઆરી, 2020માં આ સંખ્યા 38 લાખ જેટલી હતી. ત્યાર બાદ બે વર્ષમાં પાંચ લાખ વાહનોનો વધારો જોવા મળ્યો હતો. દિવસના સેંકડો વાહનોની નોંધણી મુંબઈ આરટીઓમાં થાય છે. તેમાં પણ થાણે, નવી મુંબઈ, વસઈ-વિરાર, મીરા રોડ, ભાયંદર, પાલઘર સહિતના ભાગમાંથી પણ મુંબઈમાં મોટી સંખ્યામાં વાહનો આવે છે. પરિણામે ટ્રાફિક, પ્રદૂષણ સહિત અન્ય સવાલો ઉભા થાય છે. ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમને કારણે જંક્શન પરનો પ્રવાસ એકદમ સુસાટ થશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!