ભરુચમાં ડ્રગ્સ રેડ! 90 કિલો MD ડ્રગ્સ ઝડપાયું, મુંબઈની Anti Narcotics Cell ને મળી હતી માહિતી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ભરુચની પાનોલી GIDCમાં આવેલી કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેઇડ કરીને અંદાજીત 513 કિલો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારે એટલે કે આજે ભરુચ SOGએ ફરીથી રેડ કરીને અંદાજીત 80થી 90 કિલો MD ડ્રગ્સ પકડી પાડતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.

ભરુચના પનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની એમડી ડ્રગ્સનો જથ્થો હોવાની માહિતી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટને મળી હતી, જે બાદ 13મી ઓગસ્ટના રોજ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરીને લગભગ 513 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટીમે છેલ્લાં ત્રણ દિવસમાં જપ્ત થયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 1,026 કરોડ જેટલી કિંમત હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં એક મહિલા સહિત સાત આરોપીની અટક કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.