દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ ઓફિસરે લાંચખોરીની તમામ હદો પાર કરી નાખી છે. છેલ્લાં 10 દિવસમાં ચાર કસ્ટમ ઓફિસરને સીબીઆઈએ હથકડી પહેરાવી છે. કસ્ટમ ઓફિસરની મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં લઈને જ સીબીઆઈ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મજાની વાત તો એ છે કે એરપોર્ટ પર ઉતરનારા પ્રવાસીઓને તેમને લૂંટવામાં આવી રહ્યા છે એની જાણ સુધ્ધા થતી નહોતી.
પુણેની એક મહિલા પ્રવાસી દુબઈથી મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી અને સંબંધિત મહિલાએ ખૂબ સામાન ખરીદી કરી હોવાને કારણે તે રેડ ચેનલમાંથી બહાર આવી. એ વખતે કસ્ટમ ઓફિસરે તેને નોટિસ કરી અને આ મહિલાને અટકાવી. મહિલા પાસે દોઢ તોલાના ઘરેણાં અને એક આઈફોન મળી આવ્યો હતો. અધિકારીએ મહિલાને પાંચ હજાર રૂપિયા ભરવાનું જણાવ્યું હતું. ગૂગલ પેનો નંબર આપ્યા બાગ મહિલાએ પાંચ હજાર રૂપિયા પે કર્યા અને આ પૈસા સંજય જોષી નામની એક વ્યક્તિના એકાઉન્ટમાં ગયા હતા.
આવી જ બીજી એક ઘટનામાં કેરળના રહેવાસી અને મુંબઈ એરપોર્ટ પર 10મી ફેબ્રુઆરીએ ઉતરેલા પ્રવાસી પાસે આઠ મહિના જૂના આઈફોન પરની 28 હજાર રૂપિયાની કસ્ટમ ડ્યુટી ભરવાનું કસ્ટ ઓફિસરે જણાવ્યું હતું. પ્રવાસીએ ઓફિસરને જણાવ્યું કે મારો આ ફોન આઠ મહિના જૂનો છે અને બીજું કે તમને આપવા માટે અત્યારે મારી પાસે પૈસા નથી. જેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે કંઈ વાંધો નહીં તમે જી પે કરી શકો છો. આખરે બળજબરી પૂર્વક પ્રવાસી પાસેથી અધિકારીએ સાત હજાર રૂપિયા જી પે કરાવડાવ્યા અને આ પૈસા પણ સંજય જોશી નામની વ્યક્તિના એકાઉન્ટમાં ગયા.
એરપોર્ટ પર ચાલી રહેલી આવી લાંચખોરીની ઘટનાઓ અંગે સીબીઆઈને માહિતી મળી અને એક સીબીઆઈ ઓફિસરે ખાતરી કરવા માટે એક પ્રવાસીને ફોન કરીને આ બાબતની પૂછપરછ કરી હતી. જેના જવાબમાં પ્રવાસીએ હા કહીને પોતાની સાથે બનેલી આખી ઘટના કહી સંભળાવી હતી.
સીબીઆઈએ સંબંધિત પ્રવાસીએ આપેલી લેખિત ફરિયાદ બાદ સીબીઆઈ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ પ્રકરણમાં બે અધિક્ષક દરજ્જાના અધિકારી, એક પીઆઈ અને એક હવાલદારની ધરપકડ કરવામાં સીબીઆઈને સફળતા મળી હતી.
એરપોર્ટ આ રીતે તમને લૂંટવામાં આવી રહ્યા છે પ્રવાસીઓ સાવધાન
RELATED ARTICLES