મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે સ્પીડ! શિંદે સરકારે આપી મંજૂરી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હવે ગતિ મળશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે એટલે કે ગુરુવારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, એવી જાણકારી કેબિનેટ બેઠક બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન આગામી વર્ષે એટલે કે 2023માં તૈયાર થઈ જાત, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની ધીમી રફતારને કારણે આ પ્રોજેક્ટ ગોકળગાયની ગતિથી આગળ વધી રહ્યો હતો. આ ઉપરાંત કોરોનાને કારણે પણ બુલેટ ટ્રેનનું કામ પ્રભાવિત થયું છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ફક્ત 20 જેટલી જમીન ફાળવવામાં આવી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહાવિકાસ આઘાડી સરકારને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં કોઈ રૂચિ નહોતી. જોકે, હવે સત્તા પરિવર્તન થઈ ગયું હોવાથી રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ પ્રોજેક્ટને તમામ પ્રકારની મંજૂરી આપી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.