એક તરફ આજે 8 માર્ચના રોજ આપણે આતંરરાષ્ટ્રિય મહિલા દિવસ ઉજવી રહ્યાં છે, ત્યાં બીજી બાજુ RTI અંતર્ગત મુંબઇ મહાનગર પાલિકાના E વોર્ડમાંથી એક આઘાત જનક ડેટા જાણવા મળ્યો છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં પાલિકાના E વોર્માં નોંધાયેલા ગર્ભપાતના કિસ્સામાં 74 ટકા મહિલાઓ બળાત્કારનો ભોગ બનવાથી ગર્ભવતી થઇ હોવાનો ખૂલાસો થયો છે.
એક અંગ્રેજી વેબ પોર્ટલમાં આ અંગે આવેલા અહેવાલ મુજબ મુંબઇ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાંથી RTI અંતર્ગત ભેગી કરવામાં આવેલ માહિતી મુજબ એબોર્શનના 50 કેસમાંથી 37 કેસ એવા હતા જેમાં ગર્ભવતી બળાત્કારનો ભોગ બની હોય. આ તમામ માહિતી પાલિકાના E વોર્ડમાં બેનલી ઘટનાઓની છે. જ્યારે બીજા આવા જ 8 કેસ F- સાઉથ (પરેલ) વોર્ડમાંથી, 2 કેસ K – WEST (અંધેરી વેસ્ટ, વિલે-પાર્લે વેસ્ટ) તથા એક એક કેસ H – EAST, N (ઘાટકોપર ઇસ્ટ) S વોર્ડમાંથી મળ્યા છે.
મુંબઇમાં વધી રહેલા એબોર્શનના કેસમાં મુંબઇ મહાનગર પાલિકામાંથી મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષમાં 74 ટકા કેસ (50માંથી 37) માં બળાત્કારને કારણે ગર્ભવતી થઇ હોવાની વિગતો જાણવા મળી છે. જેમાં ઇ વોર્ડ એટલે કે ભાયખળા, વાડી બંદર, મૌલાના શૌકતઅલી રોડનો સમાવેશ થાય છે.
મુંબઇ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાંથી રાઇટ ટુ ઇન્ફરેમ્શન અંતર્ગત ભેગી કરવામાં આવેલ માહિતી મુજબ ગર્ભપાતના 50 કેસમાંથી 37 કેસ એવા હતા જેમાં મહિલા બલાત્કારનો ભોગ બની હોવાને કારણે ગર્ભવતી થઇ હોય. ઇ વોર્ડના પરેલ, અંધેરી પશ્ચિમ, વિલે પાર્લે પશ્ચિમ, ઘાટકોપર પૂર્વ તથા ભાંડુપ પશ્રિમમાંથી આ માહિતી મળી છે.
આ અંગે મળતી વધુ માહિતી મુજબ જાન્યુઆરી 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન 30,092 ગર્ભપાત થયા હતા, જેમાં 15 વર્ષથી નીચેની ઉંમર ધરાવતી ગર્ભવતીની સંખ્યા 17 હતી જ્યારે 15થી 19 વર્ષની ઉમંરની 331 યુવતીઓનો સમાવેશ થાય છે.
ગર્ભપાત કરાવનાર આ 17 ગર્ભવતીમાંથી જે 15 વર્ષ કે તેથી નાની ઉંમરની બાળકીઓ છે એમાંથી 10 સગીરા ઇ વોર્ડમાંથી છે, 4 એફ-નોર્થ (કીંગ સર્કલ, માટુંગા સેન્ટ્રલ) અને એક એક પી-નોર્થ, એફ-સાઉથ વોર્ડમાંથી છે.
331 કેસ (15-19 વર્ષની યુવતીઓ) જેમણે ગર્ભપાત કરાવ્યો છે તેમાંથી 42 કેસ કે-વેસ્ટ વોર્ડ તથા 33 (બીજા નંબરમાં સૌથી વધારે ગર્ભપાતના કેસ) કેસ ઇ-વોર્ડમાંથી હતા.
POCSO ACT અને MTP ACT પ્રમાણે ગર્ભવતી સગીરા વિવાહીત હોય કે અવિવાહીત હોય તે જાતીય સતામણીનો ભોગ બનનાર માનવામાં આવે છે. આ કેસમાં બોગ બનનાર ફરિયાદ ન નોંઘાવવા માંગતી હોય છતાં સેવ આપનાર આરોગ્ય કેન્દ્ર અથવા તબીબે આ અંગેની જાણ જે તે વિભાગને ફરજીયાત કરવાની હોય છે.
ગાયનેકોલોજીસ્ટ અને જ્યુડિશિયલ એક્ટિવીસ્ટ ડો. નિખિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘કાયદા મુજબ 18 વર્ષ કે તેથી નાની ઉંમરની સ્ત્રી જાતિય સંબધ બાંધવા સક્ષમ હોતી નથી. એટલે કાયદાની દ્રષ્ટીએ આ તમામને બળાત્કારનો ભોગ બનનાર તરીકે માનવામાં આવે છે. જ્યારે આજ કાલ ઘણાં યુવાન ચોકરા-છોકરીઓ પોતાની મરજીથી જાતિય સંબધમાં હોય છે. પણ POCSO ACT મુજબ આવી તમામ સગીરાને બળાત્કારનો ભોગ બનનાર જ ગણવામાં આવે છે. ત્યારે પોતાની મરજીથી પણ લગ્ન સંબધ સાથે જોડાયેલી હોય અથવા મરજીથી જાતીય સંબધમાં હોય પણ જો એ સગીરા હોય તો તેને આ ડેટામાં (પ્રેગ્નેન્સી કોઝ્ડ બાય રેપ…) બળાત્કારને કારણે ગર્ભવતી તરીકે જ ગણાવમાં આવી છે. ’
Mumbai : RTI માં આઘાતજનક ખૂલાસો : છેલ્લા એક વર્ષમાં એબોર્શનના કિસ્સામાં 74 ટકા ગર્ભવતી બળાત્કરનો ભોગ.
RELATED ARTICLES