Shocking! પ્રેમમાં ના સાંભળી ન શક્યો Mumbaiનો 14 વર્ષનો સગીર, 23મા માળેથી ઝંપલાવીને ટૂંકાવ્યો જીવ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈના અંધેરી વિસ્તારમાં કાળજુ કંપાવનારી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર 14 વર્ષના સગીરને પ્રેમમાં નિષ્ફળતા મળી હોવાથી તેણે આત્મહત્યા કરી હતી. આ પ્રકરણે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી તેના માતા-પિતા અને બહેન સાથે અંધેરીમાં રહેતો હતો અને આ ઘટના રાત્રે આશરે પોણા દસ વાગ્યે બની હતી. પોલીસને મૃતકની ડાયરી, એક કોલ્ડ ડ્રિંક, સોડાની બે બોટલ અને તેના ચપ્પલ મળ્યા છે. સગીરની ડાયરીમાં અંગ્રેજીમાં કેટલીક નોટ્સ મળી આવી હતી. તેણે વોટ્સએપ પર તેના ફેમિલી ગ્રુપ અને ફ્રેન્ડ્સ ગ્રુપના તમામ લોકોને એક મેસેજ લખ્યો હતો અને તેની સમસ્યા જણાવી હતી. તે તેની મિત્રના પ્રેમમાં પડ્યો હતો, પરંતુ તેની મિત્રએ પ્રેમનો અસ્વીકાર કર્યો તો તેણે 23મા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.
મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેને કોઈ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવી નથી. આથી પોલીસે આકસ્મિક મોતનો મામલો નોંધ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.