Hair Care Tips: ડેમેજ વાળથી પરેશાન છો? આ ચીજ સાબિત થઈ શકે છે રામબાણ ઈલાજ

સ્પેશિયલ ફિચર્સ

દરેક લોકો પોતાના વાળની સંભાળ રાખતા હોય છે, પરંતુ હવા અને વાયુ પ્રદૂષણને કારણે વાળ ડેમેજ થતાં હોય છે. આ માટે ઘણીવખત લોકો મોંઘા અને કેમિકલ યુક્ત હેર કેર પ્રોડક્ટ અથવા શેમ્પૂનો ઉપયોગ કરે છે, જેને કારણે વાળને નુકસાન થાય છે. વાળને સારા બનાવવા માટે તમે મુલતાની માટીનો પણ ઉપયોગ કરી શકો છે. ને લગાવવાથી તમને ઘણા પ્રકારના લાભ મળી શકે છે.

મુલતાની માટીથી વાળને થતા ફાયદા

જો તમારા વાળ કર્લી હોય તો મુલતાની માટી વાળને સીધા કરવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે અઠવાડિયામાં બે વાર મુલતાની માટી લગાવવી જોઈએ. વાળને સીધા થવામાં સમય લાગી શકે છે.

કેટલાક લોકોના વાળ અને સ્કેલ્પ ઓઇલી હોય છે. એવામાં મુલતાની માટીથી વાળ ધોવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. મુલતાની માટી સ્કૈલ્પમાંથી એક્સ્ટ્રા ઓઇલને ઘટાડવામાં મદદ કરે છે.

મુલતાની માટી લગાવવાથી સ્કૈલ્પમાં બ્લડ સર્કુલેશન ઝડપી બને છે. આના કારણે વાળના ફોલિકલ્સમાં લોહીના પ્રવાહમાં વધારો થાય છે, આ વાળને પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.