મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગુપ્તાનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમશ્વાસ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગપ્તાનું નિધન થયું છે. સાધના છેલ્લા કેટલાક દિવસથી ગુડગાવની મેદાંતા હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ હતા. સાધના ઘણા સમયથી બિમાર હતા. એમને ફેંફસામાં સંક્રમણ હતું. બ્લડપ્રેશર અને શુગરની પણ તકલીફ હતી, જેને કારણે તેમની સ્થિતિ ગંભીર હતી.

સાધના ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવની સાવકી માતા હતી. સાધના મુલાયમ સિંહ યાદવા બીજા પત્ની છે. સાધનાના દીકરાનું નામ પ્રતીક યાદવ છે અને તેમની વહૂ અપર્ણા યાદવ છે. મુલાયમ સિંહ યાદવે તેમના પહેલા પત્ની અને અખિલેશ યાદવના માતા માલતી દેવીનુ નિધન 2003માં થયા બાદ સાધનાને પત્નીનો દરજ્જો આપ્યો હતો.

વર્ષ 1980માં પહેલી વાર સાધનાની મુલાયમ સિંહ સાથે મુલાકાત થઇ હતી. સાધનાના પણ પહેલા લગ્ન થઇ ચૂક્યા હતા, પણ ચાર વર્ષ બાદ તેમના છૂટાછેડા થઇ ગયા હતા. એ પછી સાધના અને મુલાયમ સિંહે લગ્ન કરી લીધા હતા. સાધના મુલાયમ સિંહથી 20 વર્ષ નાના હતા. સાધનાના નિધન બાદ હવે તેમના અંતિમ સંસ્કાર લખનઉમાં કરવામાં આવનાર હોવાનું કહેવાય રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.