ભાજપના ધારાસભ્ય અને નેતા મુક્તા તિલકનું પુણેમાં લાંબી માંદગી બાદ નિધન થયું છે. અહેવાલો અનુસાર પુણેના કસ્બા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મુક્તા તિલકનું કેન્સરને કારણે નિધન થયું છે. તેઓ 57 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા.
ભાજપના નેતાએ તેમની રાજકીય કારકિર્દી કોર્પોરેટર તરીકે શરૂ કરી હતી અને ત્યાર બાદ મેયર બન્યા હતા. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું.
મુક્તા તિલક લોકમાન્ય તિલકના પરિવારના હતા, જે દેશે અત્યાર સુધી જોયેલા મહાન સુધારકોમાંના એક છે.