મુખ્તાર અબ્બાસ નકવીએ કેન્દ્રીય પ્રધાન પદથી આપ્યુ રાજીનામુ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

New Delhi: ભાજપના વરિષ્ઠ નેતા અને અલ્પસંખ્યક કલ્યાણ ખાતાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કેન્દ્રીય પ્રધાન પદથી રાજીનામુ આપી દીધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં આજે જ તેમની પ્રશંસા કરી હતી.
નોંધનીય છે કે રાજયસભાના સાંસદ તરીકે આજે તેમનો અંતિમ દિવસ છે. નકવીને ભાજપે આ વખતે રાજ્યસભા મોકલ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ તેમને મોટી જવાબદારી સોંપશે. કહેવાય રહ્યું છે કે તેમને પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
કેબિનેટ બેઠક બાદ નકવીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંને નેતાઓમાં શું અને કયા મુદ્દે ચર્ચા થઇ એ અંગે સત્તાવાર રીતે કંઇ કહેવામાં આવ્યું નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.