બોલીવૂડ એક્ટર મુકેશ ખન્નાએ તાજેતરમાં શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાન’ના ગીત ‘બેશરમ રંગ’ અંગે આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આજકાલના બાળકો ટીવી અને ફિલ્મ જોઈને મોટા થઈ રહ્યા છે. આથી જ સેન્સર બોર્ડે આવા ગીતોને પાસ કરવા જોઈએ નહીં. આપણો દેશ કંઈ સ્પેન બની ગયો નથી કે આ પ્રકારના ગીતો લાવવામાં આવે. સેન્સર બોર્ડ આ પ્રકારના ગીતોને પાસ જ કેમ કરે છે? શું આ ગીત બનાવનારને ખ્યાલ નથી કે ભગવો રંગ એક ધર્મ ને સંપ્રદાય માટે કેટલો મહત્ત્વનો છે. આ રંગ ઘણો જ સંવેદનશીલ છે. આપણે આને ભગવો કહીએ છીએ અને આ રંગ શિવસેનાના ઝંડામાં પણ છે અને આપણા RSSમાં પણ છે. જો તેમને આ ખ્યાલ છે તો ગીત બનાવનારે શું વિચારીને બનાવ્યું છે?
‘પઠાન’ના ગીત પર મુકેશ ખન્નાએ આપી આકરી પ્રતિક્રિયા, ઉઠાવ્યા સેંસર બોર્ડ પર સવાલ
RELATED ARTICLES