રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડિરેકટર પદથી રાજીનામુ આપી દીધું છે. એમના દીકરા આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જિયો દેશનું લીડિંગ 4G ટેલિકોમ
સર્વિસ પ્રોવાઇડર છે.
નોંધનીય છે કે મુકેશ અંબાણીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ કંપનીના નેતૃત્વમાં બદલાવના સંકેત આપ્યા હતા. એમણે કહ્યું હતુ કે હવે નવું લક્ષ્ય મેળવવા માટે કંપનીએ નવી લીડરશિપને આગળ લાવવી પડશે. એમના આ નિવેદન પછીથી જ કયાસ લગાવવાનું
શરૂ થઇ ગયુ હતું કે તેઓ જલદી જિયોની કમાન આકાશ અંબાણીને સોંપી શકે છે.