મુકેશ અંબાણી એશિયામાં કેરીના સૌથી મોટા બગીચાના માલિક છે: શું તમે જાણો છો?

આપણું ગુજરાત

ભારતના કુબેરપતિ મુકેશ અંબાણીનું નામ આવે એટલે આંખની સામે તેમની ટેલિકોમ, પેટ્રોલિયમ કંપની આવી જાય. બરાબર ને? કેરી સાથે તેમનો શું સંબંધ છે એ તમને જણાવું.
એક સમય હતો જ્યારે રિલાયન્સની જામનગર રિફાઇનરી મોટી માત્રામાં પ્રદૂષણ કરતી હતી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી રિલાયન્સને પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ઘણી ચેતવણીઓ મળ્યા પછી, રિલાયન્સને સમજાયું કે તે સમસ્યાને ઉકેલવા માટે કેટલાક પગલાં લેવાની જરૂર છે. પ્રદૂષણને નિયંત્રિત કરવાના માર્ગ તરીકે તેમણે રિફાઇનરી નજીક જામનગરની પડતર જમીનને કેરીના બગીચામાં ફેરવવાનું શરૂ કર્યું. 1997માં બનાવવામાં આવેલા આ કેરીના બગીચા આજે 600 એકર જમીનમાં ફેલાયેલા છે. આ બગીચામાં 200 થી વધુ વેરાયટીના દોઢલાખથી વધુ કેરીના વૃક્ષ છે. આ બગીચાનું નામ ધીરુભાઈ અંબાણી લખીબાગ આમરાઈ રાખવામાં આવ્યું છે. આ બગીચાના કામકાજનું ધ્યાન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સંભાળે છે. આ બગીચામાં કેસર, આફુસ, નીલમ, આમ્રપાલી, રત્ના, સિંધુ, પાયરી, જેવી ઘણી દેશી વેરાયટી જેવા મળે છે, જેને સ્થાનિક સ્તરે તેમજ વૈશ્વિક સ્તરે નિકાસ કરવામાં આવે છે. બગીચાનો વિસ્તાર મોટો છે અને પાણીની અછત અને બિનઉપજાઉ જમીનના પ્રશ્નો યથાવત છે, તેથી તેનો સામનો કરવા માટે એક સાથે ફળદ્રુપતા વધારવાના પ્રયત્નોની સાથે જળ સંચય અને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી યોગ્ય તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે.
જોકે, ગુજરાત ક્યારેય ખેતી માટે જાણીતું રહ્યું નથી. અહીની બંજર જમીન, ખારું પાણી અને હવાને કારણે કેરીનું ઉત્પાદન પણ નહોતું થતું. પણ ટેકનિકની મદદથી રિલાયન્સે કેરીનું ઉત્પાદન શરુ કર્યું. પાણીમાંથી ખારાશ હટાવવા માટે ડીસૈલીનેશન પ્લાન્ટ લગાવવામાં આવ્યો જેમાં દરિયાના પાણીમાંથી મીઠું હટાવવાનું કામ થાય છે.
રિલાયન્સ ખેડૂતોને તેના બગીચાની મુલાકાત લેવા અને ત્યાં ઉપયોગમાં લેવાતી નવીન પદ્ધતિઓમાંથી શીખવા પ્રોત્સાહિત કરે છે. તે દર વર્ષે ખેડૂતોને 1 લાખ મફત રોપાઓનું વિતરણ પણ કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.