જામનગરમાં મહોર્રમના જુલુસ દરમિયાન કરન્ટ લાગતા બેના મોત, 10 ઈજાગ્રસ્ત, જાણો શું છે મહોરમ પાછળ માતમ મનાવવાનું કારણ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

મહોર્રમની પૂર્વ સંધ્યાએ ગુજરાતના જામનગરમાં તાજિયા જૂલુસ દરમિયાન કરંટ લાગવાથી બે જણના મોત થયા હતાં, જ્યારે અન્ય 10 લોકો જખમી થયા હતાં. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે 11 વાગ્યે જૂલુસ જ્યારે ધારાનગર વિસ્તારમાંથી રસાર થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે. ઈમામ હુસૈનના મકબરાની નાની પ્રતિકૃતિ તાજિયાના તાર સાથે અડી ગઈ હોવાથી તેમાંથી કરન્ટ પસાર થયો હતો અને તેની ચપેટમાં 12 લોકો આવી ગયા હતાં. તાત્કાલિક આ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ બે જણને મૃત જાહેર કર્યા હતા.

શા માટે મહોર્રમમાં મનાવાય છે માતમ?

ઈસ્લામમાં હિજરી સનનો પહેલો મહિનો મહોર્રમ હોય છે. ઈદ એ મુસ્લિમ સમુદાય માટે આનંદ અને ઉત્સાહનો તહેવાર હોય છે જ્યારે મહોર્રમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે.
૧૪૦૦ વર્ષ પહેલાં પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી, તેમની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.