સ્ટેટ બોર્ડ (Maharashtra State Board of Secondary and Higher Secondary Education) દ્વારા HSC એટલે કે બારમા ધોરણની પરિક્ષાના પરિણામ આવતી કાલે એટલે બુધવારે બપોરે એક વાગ્યે જાહેર થશે. આ અંગેની જાણકારી રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે ટ્વીટરના માધ્યમથી આપી હતી. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ સાઈટ mahresult.nic.in, mahahsscboard.in, hscresult.mkcl.org પર પોતાના પરિણામ જોઈ શકે છે.
ચોથી માર્ચથી સાતમી એપ્રિલ દરમિયાન યોજાયેલી HSC 2022 Examમાં આશરે 15 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ બેઠા હતાં.
Results for HSC exams held in March-April 2022 by the Maharashtra State Board of Secondary and Higher Secondary Education will be announced online on 8th June at 1 pm. @msbshse @MahaDGIPR https://t.co/5sFnsdxQEI
— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) June 7, 2022