ms-dhoni-surprises-his-fans-once-again-collects-special-art-work-featuring-dhoni-and-ziva

એક હી દિલ હૈ માહી, કિતની બાર જિતોગે! કારીગરે કપડા પર બનાવ્યો ધોની અને ઝીવાનો ફોટો, Dhoniએ કર્યું એવું કામ કે ચાહકો થઈ રહ્યા છે ફિદા

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

IPLના ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર પોતાના ચાહકોનું દિલ જીતી લીધું છે. તમિલનાડુના ઈરોડના એક હેન્ડલૂમ કારીગરે ધોની અને તેની પુત્રી જીવા ધોનીનું  ચિત્ર તેના કપડા પર દોર્યું છે. માહીને આ તસવીર એટલી બધી ગમી ગઇ કે તેણે પોતે જ ખરીદી લીધી. ધોનીનો આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Mr. Appusamy, a weaver from Chennimalai community, Erode, was running #OneStationOneProduct Handloom stall at Erode. An ardent cricket fan, he designed a cloth artwork with MS Dhoni and his daughter.

As the news reached Dhoni, he personally received the artpiece.@msdhoni pic.twitter.com/S9SgP0dSdU

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2022 સમાપ્ત થયા બાદ પરિવાર સાથે સમય માણી રહ્યો છે.  ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ આ વખતે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી નથી. ધોની હંમેશા પોતાના વર્તન અને ખેલદિલીથી ચાહકોનું દિલ જીતતો રહ્યો છે, પરંતુ હવે એક કલાકારે પોતાની કલાથી માહીનું દિલ જીતી લીધું છે. ધોની એક કારીગરની કલાના પ્રેમમાં પડી ગયો છે. આ કારીગરે પોતાની કારીગરીથી કપડા પર તેની પુત્રી જીવા સાથે ધોનીની પેઇન્ટિંગ બનાવી છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં ધોની પોતે તેની તસવીર હાથમાં પકડી રહ્યો છે. ધોનીએ આ કળાને કેપ્ચર કરીને ફોટો પડાવ્યો છે. રેલ્વે અને ટેક્સટાઈલ રાજ્ય મંત્રી દર્શના જર્દોષે આ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ફોટામાં ધોની એ કપડા સાથે ઉભો જોવા મળે છે જેના પર કલાકારે ધોની અને તેની પુત્રી ઝીવા ધોનીની તસવીર બનાવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.