ઘૂંટણના દુખાવાથી પીડાય છે ધોની, વૈદ્ય પાસેથી 40 રૂપિયામાં કરાવી રહ્યા છે સારવાર

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

Mumbai: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઘૂંટણના દુખાવાથી પીડાઇ રહ્યા છે. એ તેની સારવાર રાંચી પાસે એક ગામમાં વૃક્ષ નીચે બેસીને દર્દીની સારવાર કરતા વૈદ્ય પાસે કરાવી રહ્યા છે. જંગલી જડીબૂટીઓની મદદથી પારંપારિક રીતે સારવાર કરતા વૈદ્ય બંધન સિંહ ખરવાર અન્ય
દર્દીની જેમ જ ધોનીને પણ સારવાર આપે છે અને એક ડોઝ માટે 40 રૂપિયા ચાર્જ કરે છે.

વૈદ્ય રાંચીથી આશરે 70 કિલોમીટર દૂર લાપુંગના કાતિંગકેલામાં છેલ્લા 28 વર્ષથી એક વૃક્ષ નીચે ટેન્ટ લગાવીને અનેક પ્રકારની બિમારીઓનો ઇલાજ કરે છે. છેલ્લા એક મહિનાથી દર ચાર દિવસના અંતરે ધોની અહીં આવીને દવા લે છે.
વૈદ્ય હાડકાઓની બિમારીની સારવાર માટે જે
દવા આપે છે, તેને દર્દીઓ માટે ઘરે લઇ જવાની સુવિધા નથી.
શરૂઆતમાં વૈદ્ય ધોનીને ઓળખી શકયા નહોતા, પણ પછી જયારે આસપાસના ગામના યુવાનો તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા ત્યારે તેમને તેની જાણ થઇ. વૈદ્યનું કહેવુ છે કે ધોની સામાન્ય દર્દીની જેમ જ તેમની પાસેથી દવા લેવા આવે છે.
એમનામાં મોટા માણસ હોવાનો અહંકાર નથી. જોકે, દર ચાર દિવસે ધોની દવા લેવા માટે આવતા હોવાથી તેના ફેન્સની ભીડ એકઠી થઇ જાય છે, એટલે હવે તેઓ કારમાં જ બેઠા રહે છે અને તેમને ત્યાં જ દવાનો ડોઝ આપવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.