દુનિયામાં પોતાના કૂલ સ્વભાવને કારણે જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની જ્યાં જાય ત્યાં તેના ચાહકો મળી જતાં હોય છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોનીએ તેના ચાહકને પીઠ પર ઓટોગ્રાફ આપ્યો હતો. ચાહકે સફેદ ટીશર્ટ પહેક્યું હતું અને તેણે ધોની પાસેથી ઓટોગ્રાફની માગણી કરી હતી.
માહિએ ફરી ચાહકોના દિલ મોહી લીધા! ચાહકની પૂરી કરી ઈચ્છા વાયરલ થયો વીડિયો #Dhoni #Cricket #IndianCricketTeam #Mumbaisamchar #NewsUpdate pic.twitter.com/kBVYyCnCVM
— Mumbai Samachar Official (@Msamachar4u) December 12, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે ધોનીના ચાહકો આઈપીએલની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બે મહિના બાદ ધોનીને ક્રિકેટની પીચ પર જોવા ચાહકો અધીરા થઈ રહ્યા છે. ધોનીની કેપ્ટનશીર હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સે ચાર વાર આઈપીએલનો ખિતાબ જીત્યો છે.