મુંબઈઃ બોલીવૂડમાં શેરશાહ કપલની સાથે હવે મિસ્ટર એન્ડ મીસીસ મલ્હોત્રા તરીકે જાણીતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના રિસેપ્શનની પાર્ટીમાં બોલીવૂડની ટોચની હસતિઓ જોવા મળી હતી. ન્યૂલીવેડ્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ઈન્ડ્સ્ટ્રીના જાણીતા કલાકારો, નિર્દેશક, પ્રોડક્યુસર વગેરે આવ્યા હતા. રવિવારે રાતના ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આલિયા ભટ્ટ, નીતુ કપૂર, કરીના કપૂર ખાન, કરણ જૌહર, કાજોલ,
અજય દેવગન, રણવીર સિંહ, વરુણ ધવન, વિદ્યા બાલન સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. કિયારા-સિદ્ધાર્થની સાથે સાથે મહેમાનોએ તેમના બોલ્ડ અંદાજને વ્યક્ત કરવાની પણ તક ઝડપી લીધી હતી. રિસેપ્શન પાર્ટીમાં સૌથી મહત્ત્વની બાબત એ હતી કે સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્સ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ સિલ્વર સાડીમાં જોવા મળી હતી. અજય દેવગન અને કાજોલ, અનન્યા પાંડે, કરીના કપૂરની હાજરીને કારણે પાર્ટીમાં ચાર ચાંદ લાગ્યા હતા.
અભિનેત્રીઓએ ગ્લેમરસ અંદાજ વ્યક્ત કરવાની સાથે અભિનેતા, પ્રોડયુસર્સે પણ ફેશનેબલ પહેરવેશમાં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એમ બંનેના પરિવારના લોકો પણ હાજર રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ અને વીડિયો જોરદાર વાઈરલ પણ થયા હતા. સૌથી બોલ્ડ અંદાજમાં ભૂમિ પેંડણકેર જોવા મળી હતી.
અહીંના રિસેપ્શનમાં કિયારા અડવાણી બ્લેક એન્ડ ક્રીમ ફોર્મ-ફિટિંગ ગાઉનની સાથે ફિશટેલ સિલ્હુટમાં જોવા મળી હતી, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા શાઈનિંગ બ્લેક ટેક્સીડોમાં હેન્ડસમ લાગતો હતો.
સિદ્ધાર્થ અને કિયારાની રિસેપ્શનની પાર્ટીમાં હાજર રહેનારા મોટાભાગના તમામ મહેમાનોએ કાલા ચશ્મા ગીત પર ડાન્સ કર્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે કિયારા અડવાણીના ભાઈ મિશાલ અડવાણીએ શાનદાર ડાન્સ કરીને સૌનું દિલ જીતી લીધું હતું.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના સાતમી ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ પાટનગર દિલ્હીમાં રિસેપ્શનની પાર્ટી આપી હતી.