એમપીએસસીનો નવો અભ્યાસ ક્રમ 2025થી લાગુ કરવામાં આવે એવી માગણી માટે વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લાં કેટલાક સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને હવે વિદ્યાર્થીઓના આ આંદોલનને સફળતા મળી હોઈ મહારાષ્ટ્ર લોકસેવા આયોગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આયોગના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને મોટો દિલાસો મળ્યો છે.
છેલ્લાં ચાર દિવસથી એમપીએસસીના વિદ્યાર્થીઓ પુણેમાં આંદોલન કરી રહ્યા હતા. નવો અભ્યાસક્રમ 2025થી લાગુ કરવામાં આવે એવી માગણી આ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ રહી હતી. સત્તાવાર જાહેરાત સિવાય આંદોલન પાછુ નહીં ખેંચવામાં આવે એવો આગ્રહ પણ આ વિદ્યાર્થીઓ સેવી રહ્યા હતા.
દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વેસર્વા શરદ પવારે આયોગના આ નિર્ણય બાબતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તમારો સંઘર્ષ સફળ થયો છે, હવે બમણા જુસ્સાથી તૈયારીઓ શરુ કરો. એમપીએસસીની પરિક્ષામાં તમને સફળતા મળશે એવો મને વિશ્વાસ છે. તમને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ….
तुम्ही केलेल्या संघर्षाला यश आले आहे. आता जोमाने तयारीला लागा. एमपीएससीच्या परीक्षेत तुम्हाला उत्तम यश लाभेल आणि तुम्ही राज्याच्या प्रशासकीय सेवेत भरीव योगदान भविष्यात द्याल, याचा मला विश्वास आहे. तुम्हाला पुढील वाटचालीसाठी शुभेच्छा!#MPSC
— Sharad Pawar (@PawarSpeaks) February 23, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે પવારે પુણેમાં એમપીએસસીના આંદોલક વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાન સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવું આશ્વાસન પણ તેમણે વિદ્યાર્થીઓને આપ્યું હતું.
પોતાની માગણીઓ પૂરી થતાં એમપીએસસીના વિદ્યાર્થીઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શરદ પવારનો આભાર માન્યો હતો. વિદ્યાર્થીઓએ ખૂબ જ જલ્લોષપૂર્વક પોતાના આ વિજયની ઊજવણી કરી હતી.