બાળકો પેદા કરવાનો સંબંધ અલ્લાહ સાથે છે, યુપીના સાંસદે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્ર રહમાન બર્ક હંમેશા તેમના વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. ફરી એકવાર તેઓ તેમના નિવેદનને લઇને ચર્ચામાં આવી ગયા છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા વસતિ નિયંત્રણ કાયદો લાવવાને લઇને બર્કે નિવેદન આપ્યું છે કે બાળકો પેદા કરવાનો સંબંધ મનુષ્ય સાથે નથી. બાળકો પેદા કરવાનો સંબંધ અલ્લાહ સાથે છે. અલ્લાહ જ્યારે બાળક પેદા કરે છે ત્યારે તેના ખાવા-પીવાનો પ્રબંધ કરીને દુનિયામાં મોકલે છે.

બર્કે સરકારને શીખામણ આપતા કહ્યું છે કે તેએ વસતિ નિયંત્રણ કાયદો લાવવાને બદલે મુસ્લિમોના શિક્ષણ પર ધ્યાન આપે. સમુદાય જયારે શિક્ષિત થશે ત્યારે વસતિ વધારાનો મુદ્દો આપોઆપ ઉકેલાઇ જશે.
એમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે જાણીજોઇને એક ધર્મ વિશેષ પર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે, જેથી એક વર્ગનો વોટ ભાજપને મળી શકે. વિશ્વ જનસંખ્યા દિવસ પર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પ્રદેશમાં વધતી વસતિ માટે એક વર્ગ જવાબદાર છે.
યોગીના આ નિવેદન પર સપાના સાંસદે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ સરકાર મુસ્લિમોનું મનોબળ તોડવા માટે ક્યારેય મુસ્લિમ વસતિને ઘટાડવાની વાત કરે તો ક્યારેક વધતી વસતિને લઇને મુસ્લિમોને જવાબદાર ઠેરવે છે. દેશમાં બેરોજગારી, મોંઘવારી મુદ્દેથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભાજપના નેતાઓ દ્વારા અન્ય મુદ્દાઓ ચગાવવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.