MP Crime: બે સગા ભાઈઓએ તેની જ કઝિન સાથે કર્યો રેપ, વિરોધ કર્યો તો દાદીને પણ બનાવી હવસની શિકાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મધ્ય પ્રદેશના જબલપુર શહેરથી રૂંવાડા ઉભા કરી નાંખવાવાળી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે સગા ભાઈઓએ પોતાના કાકાની છોકરી સાથે ન ફક્ત દુષ્કર્મ આચર્યું, પરંતુ તેની મારપીટ કરીને હત્યા પણ કરી નાંખી. આ બંને નરાધમોની હેવાનિયત હજુ ખત્મ નહોતી થઈ. આરોપીની દાદીએ જ્યારે તેનો વિરોધ કર્યો તો દાદી સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. મૃતક છોકરી મુંબઈથી જબલપુર આવી હતી.

પીડિતાએ જ્યારે તેની આપવીતિ જણાવવાની કોશિશ કરી તો બંને નરાધમ ભાઈઓએ મળીને તેને ઢોરમાર માર્યો અને ગંભીર ઘાયલ થયેલી સગીરાને જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવી ત્યારે તેનું મોત થયું હતું. આ હરકતનો વિરોધ કરનારી તેમની દાદીને પણ પોતાની હવસનો શિકાર બનાવી નાંખી હતી.

મુંબઈમાં રહેનારી 16 વર્ષની સગીરા 11 ઓગસ્ટના રક્ષાબંધન મનાવવા જબલપુર ગઈ હતી તે દરમિયાન આ ઘટના ઘટના બની હોવાની માહિતી પોલીસે આપી હતી.

સગીરાએ તેના પિતાને ફોન કરીને આ અંગે જાણકારી આપી હતી અને તે મુંબઈની જબલપુર આવ્યા ત્યાં સુધીમાં સગીરાનું મોત થઈ ગયું હતું. પિતાના રિપોર્ટ પર પોલીસે ખમરિયાના ઘાનાના મુક્તિધામમાં સગીરાનો દટાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસે રેપ અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ દાખલ થયો છે. એક ભાઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજો ભાઈ ભાગી ગયો છે. મૃતકની દાદીએ પણ તેની સાથે રેપ થયાનું નિવેદન નોંઘાવ્યું છે. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.