લગ્નની ના પાડી તો રોષે ભરાયેલા પ્રેમીએ ઘરમાં ઘુસીને કાપી નાંખ્યું પ્રેમિકાનું ગળું

દેશ વિદેશ

મધ્ય પ્રદેશના ખંડવામાં એક માથાફરેલ યુવકે તેની પ્રેમિકાનું ગળું કાપી નાંખ્યું હોવાની સનસનાટીભરી ઘટના સામે આવે છે. યુવતીએ તેની સાથે લગ્નની ના પાડી હોવાથી તેના ઘરમાં ઘુસીને યુવકે હુમલો કર્યો હતો.
હાલમાં 18 વર્ષની યુવતી હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત અત્યંત નાજૂક છે.

મળતી માહિતી અનુસાર બબ્લુ નામના આરોપી તેની પ્રેમિકાના ઘરે જઈને લગ્ન માટે દબાણ કરવા લાગ્યો હતો અને જ્યારે યુવતીએ ના પાડી તો ચાકુથી તેનું ગળું ચીરી નાખ્યું હતું. તે જ વખતે યુવતીની બહેન આવી ગઈ અને શોર કર્યો ત્યાં આરોપી ભાગી ગયો. બાદમાં ઘાયલ યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.